
વાંકાનેર તાલુકા પંચાયતનાં મેદાનનો ઉપયોગ ગમે તે લોકો કરી શકશે!
તાલુકા પંચાયત નું ગ્રાઉન્ડ TDO એ ભાડે આપ્યું કે શું????
વાંકાનેર:તાલુકા પંચાયત સરકારી મિલકત છે છતાં સરકારી મિલકતનો ઉપયોગ ખાનગી કાર્યક્રમમાં થતો હોય તેવો ઘાટ દેખાય રહ્યો છે.આ અંગે વાંકાનેર તાલુકા પંચાયત વિકાસ અધિકારી ને પૂછતાં તેમને પણ આ બાબતે કોઈ જાણકારી ન હતી કે આ મંડપ તાલુકા પંચાયતમાં કોણ નાખી રહ્યું છે? ત્યારે અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે શું તાલુકા પંચાયત ગ્રાઉન્ડ ભાડા પટ્ટથી કોઈને આપ્યું હશે ? ભાડે આપ્યું હોય તો આ ગ્રાઉન્ડનું ભાડું કોણ ઊઘરાવશે? શુ તાલુકા પંચાયત ગ્રાઉન્ડ ભાડે આપી શકાય? તાલુકા વિકાસ અધિકારી કોઈ ને ગ્રાઉન્ડ ભાડે આપી શકે? શુ તાલુકા વિકાસ અધિકારી હોદ્દા નો દુરુપયોગ કરી રહ્યા છે?
તાલુકા પંચાયતના મેદાનમાં લાગેલા આ મંડપ એ અનેક તર્ક વિતર્ક વહેતા કર્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે આ મંડપ નું ભાડું સરકારી ચોપડે ચડે છે કે કોઈ ખાનગી ચોપડે!