
નાંદોદ તાલુકાનાં માંગરોળ ગામની સીમમાં ત્રણ ભેંસોને કરંટ લાગતાં મોત ખેડૂત ને એક લાખનું નુકશાન
માંગરોલ ગામે ગોચરની જમીનમાં બે ભેંસો અને એક પાળો ચારતા હતા તે દરમિયાન તૂટેલા વીજ વાયરો સાથે અડતા કરંટ લાગ્યો
રાજપીપળા : જુનેદ ખત્રી
નાદોદ તાલુકાના માંગરોળ ગામે સીમમાં તૂટેલા વીજ વાયરોથી કરંટ લાગતાં બે ભેંસ અને એક પડાનું મોત નિપજ્યું છે જેની રાજપીપળા પોલીસ મથકમાં જાણજોગ ફરીયાદ દાખલ થઈ છે
જાહેરાત આપનાર હસમુખભાઇ રણછોડભાઇ પટેલ રહે.માંગરોલ,તા.નાંદોદ જી.નર્મદા નાઓના ચાકર નામે ગુલાબસિંગભાઈ રાયસિંગભાઈ વસાવા બપોરના સુમારે માંગરોલ ગામની સીમમાં ગાયો તથા ભેંસો ચારાવવા માટે ગયેલ ગામની સીમમાં આવેલ ગૌચર જમીનમાં ઢોર ચરતા હતા તે વખતે ગૌચર જમીનમાંથી પસાર થતા વીજ થામભલાઓ પરથી પસાર થતી કૃષિ વીજ લાઇનના બે તાર (વાયર) ટૂટેલ હાલતમાં હતા. તે વીજ લાઇન સાથે અડી જતા બે ભેંસ તથા એક નાના પાડો કી. રૂ. ૧,૦૫,૦૦૦/- ની સ્થળ ઉપર જ મરણ મરણ થતાં રાજપીપળા પોલીસ મથકમાં જાણવાજોગ ફરીયાદ નોંધાવા પામી છે






