નર્મદા જિલ્લા કોર્ટમાં આવતી મહિલાઓની સુવિધા માટે સેનેટરી નેપકીન વેન્ડીંગ મશીન તથા ઇન્સીનરેટર મશીન મુકાયા
રાજપીપળા > જુનેદ ખત્રી
ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના નિર્દેશોનુસાર તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ જજ, રાજપીપલાના માર્ગદર્શન હેઠળ જિલ્લા અદાલત ખાતે મહિલાઓની સુવિધા માટે પ્રથમ માળ તથા સેકન્ડ ફલોર ખાતે આવેલી કોર્ટ રૂમોના મહિલા શૌચાલયો ખાતે મહિલાઓને ઉપયોગી નિવડી શકે તે હેતુસર જરૂરીયાતમંદ મહિલાઓ સેનેટરી નેપકીનનો ઉપયોગ કરી શકે તે હેતુસર નિઃશુલ્ક રીતે ઉપયોગમાં લઇ શકાય તેવા સેનેટરી નેપકીન વેન્ડીંગ મશીન તથા ઇન્સીનરેટર મશીન મુકવામાં આવ્યાં છે.
[wptube id="1252022"]