

વાત્સલ્યમ્ સમાચાર
જુનેદ પટેલ-ફતેપુરા
તા.૨૮/૦૮/૨૦૨૩ નાં રોજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી આંતર કોલેજ વેઇટલીફટિંગ(ભાઈઓ-બહેનો)ની સ્પર્ધા બાલાસિનોર મુકામે યોજાઈ હતી. જેમાં આર્ટ્સ કોલેજ ફતેપુરાનાં ખેલાડી ગુડાલા અલહાજ મો.ફારૂક ભાઈએ સ્પર્ધામાં શાનદાર દેખાવ કરીને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. શા.શિ. અધ્યાપક ડૉ. યોગેન્દ્રસિંહ જે ચૌહાણ નાં માર્ગદર્શન હેઠળ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. વિજેતા ખેલાડી ને કોલેજનાં કા. આચાર્યશ્રી ડો.મનહર ચરપોટ તથા સમગ્ર કોલેજ સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
[wptube id="1252022"]









