
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

સાપુતારા ખાતે આવેલ એડવેન્ચર પાર્કની મુદત પૂરી થઈ ગઈ છે ત્યારે તેને રીન્યુ કરવા માટે ફરીથી ટૅનલ પ્રક્રિયા કરવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા કલેકટર અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે આવેલ સહ્યાદ્રી એડવેન્ચર પાર્ક ની મુદત પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે સહ્યાદ્રી પાર્કમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. છેલ્લા પાંચથી દસ વર્ષની એક જ એજન્સી ને જ આપવામાં આવે છે.જેના કારણે સરકારને નુકસાન થઈ રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. તેમજ આ એડવેન્ચર પાર્ક એજન્સી દ્વારા પોતે જ ટિકિટો લગાવી તેમજ નોટિફાઇડ એરીયા ના પોતે જ સિક્કા લગાવી પ્રવાસીઓને લૂંટવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તેમજ આ એજન્સી દ્વારા આજ દિન સુધી રજીસ્ટર મેન્ટેન કરવામાં આવેલ નથી. ત્યારે અહીં શરત ભાંગ કરવામાં આવેલ હોય તેવું જોવા મળી રહ્યું છે. એજન્સી દ્વારા પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે તેમજ આ એડવેન્ચર પાર્કમાં ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિ ચાલી રહી
છે. 
જોકે પેટા કોન્ટ્રાક્ટ લેનાર એજન્સી દ્વારા પાર્કની બહાર આઈસ્ક્રીમ ,શરબત, પાણી તથા અને દુકાનદારો પાસેથી ભાડું વસૂલવામાં આવે છે. અને નોટિફાઇડ એરિયામાંથી કોઈ પણ પરવાનગી વગર ગેરકાયદેસર રીતે દબાણ કરી પ્રવૃત્તિ ચાલુ કરવામાં આવેલ છે જે ગુજરાત ટુરિઝમની પાછળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની જગ્યા પણ તોડીને ટુરીઝમની પાછળની પાર્કિંગની જગ્યા પણ ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવેલ છે.
વહીવટી તંત્ર દ્વારા જે કિંમત નક્કી કરવામાં આવેલ હોય છે તેના કરતાં વધુ કિંમત એડવેન્ચર પાર્કમાં વસૂલવામાં આવે છે. અને પ્રવાસીઓને લૂંટવામાં આવે છે. ત્યારે અહીં ફરીથી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે તેવી માંગ સાથે કાળુભાઈ ગાડવી અને પૂંડલીકભાઈ વાઘમારે એ જિલ્લા કલેકટરને સંબોધતું આવેદનપત્ર પાઠવ્યું હતું.









