GUJARAT

ભરૂચ લોકસભા સીટ જીતીને અમે સ્વર્ગસ્થ અહેમદ પટેલજીને શ્રદ્ધાંજલિ આપીશું: ચૈતર વસાવા

ભરૂચ લોકસભા સીટ જીતીને અમે સ્વર્ગસ્થ અહેમદ પટેલજીને શ્રદ્ધાંજલિ આપીશું: ચૈતર વસાવા

રાહુલ ગાંધીનો આભાર વ્યક્ત કર્યો ભરૂચ સીટ પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા

તાહિર મેમણ : ડેડીયાપાડા – 24/02/2024 – ભરૂચ લોકસભા પરથી ‘આપ’ ઉમેદવાર ચૈતરભાઈ વસાવાના નામ પર ઇન્ડિયા ગઠબંધનની મહોર લાગી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેજી, વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીજી અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી તથા અહેમદ પટેલ સાહેબના પરિવારના મમતાજી અને ફૈઝલજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ: ચૈતર વસાવા એ જણાવ્યુ અમે વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસના તમામ સાથીઓને સાથે લઈને અને વિશ્વાસમાં લઈને આગળ વધીશું અને સાથે મળીને રણનીતિ બનાવીશું: ચૈતર વસાવા ભરૂચ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ સહિત કોંગ્રેસના તમામ આગેવાનો સ્વાભિમાન યાત્રામાં જોડાય તે માટે હું આમંત્રણ આપું છું: ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના દિગ્ગજ નેતા ચૈતરભાઈ વસાવાએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરતાં જણાવ્યું હતું કે, આજરોજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં લાગુ થયું છે અને ભરૂચ લોકસભા સીટ પરથી મારા નામની જાહેરાત થઈ છે, તેને અમે વધાવી લઈએ છીએ. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેજી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીજી અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી તથા અહેમદ પટેલ જી પરિવારના મમતાજી અને ફૈઝલજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમે તેમને વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસના તમામ સાથીઓને સાથે લઈને અને વિશ્વાસમાં લઈને આગળ વધીશું અને સાથે મળીને રણનીતિ બનાવીશું. ભરૂચ લોકસભા સીટ જીતીને અમે સ્વર્ગસ્થ અહેમદ પટેલજીને શ્રદ્ધાંજલિ આપીશું આજે સ્વાભિમાન યાત્રાનો ત્રીજો દિવસ છે અને તેમાં ભરૂચ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ સહિત કોંગ્રેસના તમામ આગેવાનો આ યાત્રામાં જોડાય અને સાથે મળીને જન સંપર્ક કરીએ તે માટે હું આમંત્રણ આપું છું. હું તેમને વિશ્વાસ અપાવવા માગું છું કે સાથે મળીને આ લોકતંત્ર બચાવવાની લડાઈમાં આગળ વધીશું અને સાથે મળીને રણનીતિ બનાવીશું તો આપણે ચોક્કસ આ લોકસભા ચૂંટણી જીતીશું અને ભરૂચ લોકસભાની સીટ ઇન્ડિયા ગઠબંધનને આપી શકીશું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button