રાજપીપલા કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ અને દોઢ ગણા રૂપિયા ચૂકવવા આદેશ કર્યો
ફરિયાદી એ મામાના દીકરાને આપેલ ઉછીના બે લાખ રૂપિયા સામે ચેક રિટર્ન થતાં રાજપીપલા કોર્ટમાં કેસ ચાલી જતાં સજાનો હુકમ
રાજપીપલા : જુનેદ ખત્રી
ચેક રીર્ટન કેસમાં રાજપીપલા કોર્ટે આરોપીને સજા, દંડ,તથા વળતર આપવાનો હુકમ કરતાં બોગસ ચેક આપનાર લોકોમાં ફફડાટ ફેલાયો છે
પ્રાપ્ત વિગતો અનુસાર વાસીમખાન હુસેનખાન ખોખર રહે.સીસોદરા તા-નાદોદ જી.નર્મદા નાએ પોતાના મામા ના દીકરા ઈન્તકાબખા(ઈન્દુ) ઈબ્રાહિમ ખોખર રહે-શીનોર જી.વડોદરા ને હાથઉછીના રૂા. બે લાખ આપેલા તે રકમ ની પરત માગણી કરતા ઈન્તકાબખા(ઈન્દુ) એ ફરીયાદી વાસીમ ખાનને બેંક ઓફ બરોડા શીનોર શાખાનો ચેક તા-૮/૨/૨૧ ના રોજ નો લખી આપેલો જે કહયામુજબ બૈકમાં રજુ કરતા ચેક પરત ફરેલો જે જેથી ફરીયાદી વાસીમખાને તેમના વકીલ મારફતે આરોપી ઈન્તેકાબખાન ને નોટીસ આપેલી અને ચેકની ૨કમની માગણી કરેલી છતા નોટીસ મળીજવા છતા ૨કમ પરત ન કરતા વાસીમ ખાને તેમના વકીલ એમ.જી.કુરેશી મારફતે રાજપીપલા કોર્ટમાં નોગોશીયેબલ ઈન્સટ્રુમેન્ટ એકટ મુજબ ઈન્તેકાબખા સામે ફરીયાદ દાખલ કરેલ જે કેસ ચાલી જતા ફરીયાદી ના વકીલ એમ.જી.કુરેશી ની ધારદાર દલીલો ગ્રાહય રાખી રાજપીપલા ના બીજા અધિક ન્યાયધીશ એસ.આર.ગર્ગ સાહેબે ૧ વર્ષની સાદી કેદ ની સજા કરતો હુકમ તથા ચેકની બે લાખ ની રકમ દોઢ ગણી રકમ એટલે રૂ . ત્રણ લાખ દંડ કરેલ છે જે ફરીયાદીને વળતર પેટે ચુકવવાનો હુકમ કરવામાં આવતા ફફડાટ ફેલાયો છે






