NAVSARI
નવસારીના ખેડૂત શ્રી મહેન્દ્રભાઈ પટેલનું મુખ્યમંત્રીના હસ્તે રાજ્યકક્ષાએ સન્માન કરવામાં આવ્યું.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી ૨૧ માર્ચ ૨૦૨૩ના રોજ ‘આંતરરાષ્ટ્રીય વન દિવસ’ નિમિતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે એગ્રોફોરેસ્ટ્રી આધારિત ખેડૂત ઉત્પાદક સંઘ (FPO)નો વર્કશોપ યોજાયો હતો. જેમાં નવસારીના ખેડૂત શ્રી મહેન્દ્રભાઈ વલ્લભભાઈ પટેલને ખેતી વનીકરણના ક્ષેત્રેમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા . મહેન્દ્રભાઈ પટેલએ ૧૨૪ હેક્ટરમાં નીલગીરી,નાળીયેરી ,ખજૂરી , લીંબુ , જાંબુ ,આંબા ,ચીકુ , જમરૂખી ,ફણસ જેવા ફળોના ૪.૧૫ લાખ રોપાઓનું વાવતેર કરી એગ્રો ફોરેસ્ટ્રી ખેતીના ક્ષેત્રેમાં વિશેષ સ્થાન હાસલ કર્યું છે.
[wptube id="1252022"]