
૮ એપ્રિલ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા
કદમ તો ઉઠાઓ , નથી જરૂર આરટીઆઇ એકટ હેઠળ અરજ. જાણો જવાબદાર, સરકારી દફતર,જાહેર સેવા સત્તા મંડળની ફરજ.
આરટીઆઇ એકટ મુજબ માહિતી મેળવવાનો અધિકાર એનો અમલ શરૂ કરવામાં ૨૦૦૫માં આજે ૨૦૨૩નું વર્ષ, પુખ્ત વયનો થઈ ગયો આપણો મૌલિક સંવિધાનિક અધિકાર,લોકશાહીનો ધબકાર,
શું આપણું સ્વરાજ થઈ રહ્યું છે સાકાર?
જુઓ,જાણો, જાગો, જીવો જનતા જ છે જનાર્દન.
આરટીઆઇનું પહેલું પગથિયું પીડીઆઈ. પ્રોએક્ટિવ ડીસ્કલોઝર ઇન્ફોર્મેશન.સ્વયંભુ જાહેર કરવાની માહિતી
કાયદાની કલમ-૪(૧) મુજબ દરેક સત્તામંડળે આ માહિતી સામેથી જાહેર કરવાની છે.
માહિતી અધિકારનો કાયદા– ૨૦૦૫ અનુસાર દરેક જાહેર સત્તામંડળે નીચે મુજબની માહિતી સામે ચાલીને જાહેર કરવાની રહે છે. આ માહિતીને કાયદામાં “પ્રોએક્ટીવ ડીસ્ક્લોઝર” કહેવામાં આવે છે.
પોતાના વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજોની વિગતો;
અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો;
દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતિ;
પોતાના કાર્યો બજાવવા માટે નક્કી કરેલા ધોરણો;
કાર્યો બજાવવા માટે પોતાની પાસેના અથવા નિયંત્રણ હેઠળના કે કર્મચારીઓ દ્વારા અનુસરવામાં આવતા નિયમો, વિનિયમો, સૂચનાઓ, નિયમસંગ્રહો અને તે સંબંધી રેકર્ડ;
પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોની કક્ષા અને વર્ગીકરણનું પત્રક;
વિભાગ કે સત્તામંડળે અનુસરવાની નીતિ અથવા તેના અમલીકરણ સંબંધમાં નાગરિકો સાથે વિચારવિનિમય માટે અથવા તેમના દ્વારા રજૂઆત માટેની વિદ્યમાન ગોઠવણની વિગતો;
તેના ભાગ તરીકે અથવા તેની સલાહના હેતુ માટે બે અથવા તેથી વધુ વ્યક્તિઓના બનેલા બોર્ડ, કાઉન્સિલ, સમિતિ અને બીજા મંડળોની બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કેમ અથવા તેવી બેઠકોની કાર્યનોંધો લોકોને મળવા પાત્ર છે કે કેમ;
તેના અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી;
માહિતી અધિકાર ૨૦૦૫ના વિનિયમોમાં જોગવાઇ કર્યા પ્રમાણે વળતરની પદ્ધતિ સહિત તેના દરેક અધિકારીઓ અને કર્મચારીઓને મળતાં માસિક મળતરની વિગતો;
તમામ યોજનાઓ, સૂચિત ખર્ચ અને કરેલી વહેંચણી પરના અહેવાલોની વિગતો દર્શાવતી તથા તે દરેક એજન્સીને ફાળવેલા નાણાંકીય સંસાધનોની વિગતો
ફાળવેલી રકમો અને તેવા કાર્યક્રમોના લાભાર્થીઓની વિગતો સહિત આર્થિક સહાય કાર્યક્રમોની અમલબજવણીની રીત
છૂટછાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવનારાની વિગતો;
ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ઉપલબ્ધ અથવા ધરાવેલી માહિતીને લગતી વિગતો;
જાહેર ઉપયોગ માટે નિભાવવામાં આવતા હોય તેવા ગ્રંથાલય અથવા તેવા વાંચનાલયના કામકાજના કલાકો સહિતની માહિતી તથા તે મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો;
જાહેર માહિતી અધિકારીઓના નામો, હોદ્દાઓ અને બીજી વિગતો;ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી
આ માહિતી મેળવવા અરજદારે અરજી ફી ભરવાની કે ૩૦ દિવસ રાહ જોવાની જરૂર નથી.
આ પ્રકારની માહિતી, કાયદાની કલમ ૪(૪) મુજબ ફક્ત નકલ ફી (ફોટોકોપી ના ખરેખર થયેલા ખર્ચની રકમ) ભરી નાગરિક તરત મેળવી શકે છે.
કાયદાનુસાર જણાવેલા ૧૭ પ્રકારની માહિતી જો જાહેર સત્તામંડળ પાસે મેન્યુઅલના સ્વરૂપમાં ઉપલબ્ધ ના હોય તો તે જાહેર માહિતી અધિકારી દ્વારા માહિતી નકારવાનો ગુન્હો બને છે.
જરૂરી માહિતી માંગવાની અરજી કરતાં પહેલાં એટલું ચકાસી લો કે, તે માહિતી પ્રોએક્ટીવ ડિસ્ક્લોઝરની કક્ષામાં આવતી માહિતી તો નથી ને ? આ માહિતી માહિતી અધિકારીઓને સ્વયંભુ જાહેર કરવા ગુજરાત સરકાર સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યાં છે.
જો તેમ હોય તો તમારે રૂl ૨૦ ફી ભરવાની કે ૩૦ દિવસ રાહ જોવાની જરૂર નથી. આવી માહિતી તમે જાહેર માહિતી અધિકારી પાસે જઈ ને રૂબરુ જોઇ શકો છો, તેના ઉતારા કરી શકો છો અને જરૂર જણાય તો નકલ કે સીડી કે પેનડ્રાઈવ માં પણ માંગી શકો છો.
છેલ્લે એ પણ જાણી લો જિલ્લા ક્લેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિ સભા મળે છે, સરકારી કાયદા વ્યવસ્થા અમલ અંગે તકેદારી અહેવાલ તૈયાર કરવામાં આવે છે. માહિતી અધિકાર અધિનિયમ મુજબ અમલવારી ઉપર દેખરેખ રાખવા લોકોની ભાગીદારી, સજજતા અને સજાગતા નું પણ પ્રાવધાન છે.
હવે પછી આવતાં લેખમાં “”આરટીઆઇ અનવયે અદાલત આંધળી નથી.””
દિપક પટેલ શિક્ષકની કલમે.








