AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં વીજ કંપનીની ઉમદા પહેલ, હવે સાપ્તાહિક હાટ બજારમો વીજ બિલ ચુકવણીની સુવિધા ઉપલબ્ધ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વીજ કંપનીના વડી કચેરીના આદેશ અનુસાર દક્ષિણ ગુજરાત વીજ કંપની-આહવાની કચેરી દ્વારા ડાંગ જિલ્લાના પુર્વપટ્ટી વિસ્તારના લોકોના સમય અને મુસાફરી ખર્ચની બચત થાય તે હેતુસર, વીજકર્મીઓ દ્વારા સાપ્તાહિક હાટ બજારોમા વીજ બિલ ચુકવણીની વ્યવસ્થા કરવામા આવી હતી.

પુર્વપટ્ટી વિસ્તારના ગારખડી હાટ બજારમા વીજકર્મીઓ દ્વારા સ્થળ ઉપર જ બિલ ચૂકવણીની સુવિધા આપતા વીજ ગ્રાહકોએ વીજકર્મીઓની આ પ્રવૃતિને આવકારી હતી.

આ શૃંખલાને આગળ ધપાવતા આગામી બુધવારના રોજ સુબિર તેમજ શુક્રવારના રોજ પિપલદહાડ ખાતે પણ આજ રીતે ગ્રામીણ પ્રજાજનોના વીજ બિલના નાણાં સ્વિકારવામા આવશે, તેમ નાયબ ઈજનેર શ્રી વી.ડી.પટેલે ગ્રામજનોને ઘર આંગણે ઉપલબ્ધ આ સેવાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button