વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં કોશીમદા ગામની સીમમાં આવેલ રૂપગઢનાં કિલ્લા નજીકથી વઘઇ પોલીસની ટીમે ધનવર્ષાની લાલચમાં તાંત્રિક વિધા કરી રહેલ સાત ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી..પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં કોસીમદા ગામની સીમમાં રૂપગઢ કિલ્લાની પાસે એલીસભાઇ નામનો ઈસમે મોબાઈલ નંબર ઉપરથી કોસીમદા ગામની સીમમાં અમુક બહારથી આવેલ માણસો એક નાની દિકરી તથા અન્ય પાંચથી છ માણસો જોડે મળી કાઇક તાંત્રીક વિધી કરી કાઇક અજુકતુ કરતા હોય તેવી બાતમી જિલ્લા પોલીસ વડાને મળી હતી.જે બાતમીનાં આધારે વઘઇ પોલીસ મથકનાં પી.એસ.આઈ પી.બી ચૌધરીની ટીમને એલર્ટ કરી તપાસનાં સૂચનો કર્યા હતા.જેથી વઘઇ પોલીસની ટીમે બાતમી વાળી જગ્યાએ જઈ જોતા અહી (1) સંધ્યાબેન ઉ.વ.11 (2) પ્રદિપભાઇ બાબુભાઇ પટેલ રહે.તાપી(વ્યારા) (3) અશોકભાઇ પાંડુરંગભાઇ ધેવતે રહે.સુરત (4) કિશનભાઇ રવુભાઇ રાઠોડ રહે.તાપી(વ્યારા) (5) મહેશભાઇ અરવિંદભાઇ રાઠોડ રહે.તાપી(વ્યારા) (6) પીંટુભાઇ સુદામનભાઇ નીકુમ રહે.બારડોલી (7) હિરેનભાઇ બાલુભાઇ રાઠોડ રહે.તાપી(વ્યારા) વાળાઓ હાજર મળી આવેલ હોય અને કોઇ ગુનાહીત ક્રુત્ય કરવા કે કરેલ છે કે નહી તેની વધુ તપાસ અર્થે તેઓને કબ્જામાં લઈ જાણવા જોગ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.આ ઝડપાયેલા ઈસમો ધનવર્ષાની લાલચમાં તાંત્રિક વિધિ કરી રહ્યાનું પણ જાણવા મળ્યુ છે.પરંતુ વઘઇ પોલીસની ટીમે આ માયાવી નગરીનાં માયાવી જાળ ફેલાવી ગોરખ ધંધા કરનાર ઇસમોને ઝડપી પાડી તેઓનાં મનુસૂબા પર પાણી ફેરવી દીધુ હતુ..





