NANDODNARMADA

દેડીયાપાડાના સોલિયા ગામે થયેલ મર્ડર કેસમાં કૌટુંબિક ભાઇએ ભાઈનો જીવ લીધો હોવાનું સામે આવ્યું

દેડીયાપાડાના સોલિયા ગામે થયેલ મર્ડર કેસમાં કૌટુંબિક ભાઇએ ભાઈનો જીવ લીધો હોવાનું સામે આવ્યું

મર્ડરના ગુનાનો ભેદ ઉકેલી આરોપી ઝડપીને પાડતી એલ.સી.બી. નર્મદા તથા ડેડીયાપાડા પોલીસ.

રાજપીપળા: જુનેદ ખત્રી

ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના સોનિયા ગામે કોઈ અજાણ્યા ઇસમ દ્વારા મરણજનાર રતિલાલભાઇ મગનભાઇ વસાવા રહે. દુમાલા, ફીચાવાડા આંબાવાળુ ફળીયુ તા.નેત્રંગ જી.ભરૂચનાને પથ્થર વડે મારી કરપીણ હત્યા કરવામાં આવી હતી ત્યારે આ બાબતે પોલીસે તપાસ હાથ ધરી હતી

આરોપીની શોધખોળ માટે શંકાસ્પદ ઇસમોની પુછપરછ કરવામાં આવી. દરમ્યાન ડેડીયાપાડા પોલીસ તથા એલ.સી.બી. ટીમ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી પુરાવા તથા શંકાસ્પદ ઇસમોની પુછપરછ કરવામાં આવ્યું દરમ્યાન ખાનગી બાતમીદારથી માહીતી મળેલ કે આ કામના મરણ જનાર તથા તેમના કૌટુંબીક ભાઇ સૌકન પારસીંગભાઇ વસાવા વચ્ચે અંગત અદાવત છે ત્યારે આરોપી સોકન પારસીંગભાઇ વસાવાનાને ઝડપી પાડી પુછપરછ કરતાં તેણે આ મરણ જનાર સાથે અંગત અદાવતના કારણે તેને માથામાં પથ્થર વડે માર મારી તેનું મોત નિપજાવેલ હોવાની હકીકત કબૂલી હતી ત્યારે આરોપી સોકન પારસીંગભાઇ વસાવાને હસ્તગત કરી અનડીટેક્ટ મર્ડર ડીટેક્ટ કરી આગળની તપાસ અર્થે ડેડીયાપાડા પો.સ્ટે.માં સોંપી આગળની જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે

[wptube id="1252022"]
Back to top button