
રાજપીપળાથી ગુમ થયેલા સગીર બાળકોને પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યા
રાજપીપળા અને ભદામ ગામના બે બાળકો રવિવારે ગુમ થયા હતા જેની વાલીઓએ રાજપીપળા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી
રાજપીપળા : જુનેદ ખત્રી
રાજપીપળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સાથે અભ્યાસ કરતા બે બાળકો ઘરેથી અચાનક કોઈને કંઈ કહ્યા વિના ચાલ્યા ગયા હતા ત્યારબાદ પરિવારે શોધખોળ આરંભી હતી પરંતુ બાળકોની કોઈ ભાળ નહિ મળતા પોલીસની મદદ માંગી હતી ત્યારે રાજપીપળા પોલીસે ગણતરીના કલાકોમાં બંને બાળકોને શોધી નાખી તેમના વાલીઓને સોંપ્યા છે
સમગ્ર ઘટનાની વાત કરીએ તો ૩૦.૦૭.૨૩ રવિવારે સાંજના સુમારે રાજપીપળા નવાફડીયા વિસ્તારમાં રહેતો તોકીર શેખ અને ભદામ ગામેથી પાર્થ પટેલ બંને ઘરેથી કોઈને કંઈ કહ્યા વિના ભાગી ગયા હતા ત્યારે વાલીઓ એ શોધખોળ કરતા બાળકો નહિ મળતા પોલીસ નો સહારો લીધો હતો સગીર વયના બાળકો હોવાથી અપહરણની આશંકાએ રાજપીપળા પોલીસે વાલીઓની ફરીયાદ દાખલ કરી હતી ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સના આધારે ભારે જેહમત બાદ સોમવારે રાત્રે બાળકોને પોઇચા ખાતે હોવાની માહિતી રાજપીપળા ટાઉન પી આઇ આર. જી. ચૌધરી ને થતાં તેઓએ પોતાની ટીમ સાથે ત્યાં પોહચી બાળકોને ઝડપી લઇ રાજપીપળા પો.સ્ટે લઈ આવ્યા હતા વાલીઓ ને બોલાવી પૂછપરછ હાથ ધરી હતી
આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક જી. એ. સરવૈયા એ જણાવ્યું હતું કે રાજપીપળા પોલીસે બાળકોને શોધી કાઢ્યા છે બાળકોના જણાવ્યા મુજબ શિક્ષણના ભારણ ના કારણે બાળકોએ પોતે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હોવાનું જણાવ્યું હતું ઉપરાંત કોઈ અન્ય આશંકા ને પગલે પોલીસ વધુ તપાસ કરી રહી હોવાની પણ વાત કરી હતી ઉપરાંત વિદ્યાર્થીઓ યુવાનો કોઈ પણ પ્રકારની વાતથી નાસીપાસ ન થાય તેવી અપીલ કરી હતી






