હાલોલ:બોમ્બે હાઉસ પાસે નાળામાં કચરો ભરાઈ જતા તળાવ માં જતું વરસાદી પાણી અટક્યું,પાલિકાની પ્રી મોન્સુન કામગીરી પર સવાલો ઉઠ્યા

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૮.૯.૨૦૨૩
હાલોલ પાવાગઢ રોડ બોમ્બે હાઉસ પાસે નાળામાં કચરો ભરાઈ જતા તળાવ માં જતું વરસાદી પાણી અટકી જતા વરસાદી પાણી તે વિસ્તારમાં ફરી વળતા એક સમયે આ વિસ્તાર માં આવેલી દુકાનો ના પગથીયા પાણી થી ડૂબી જતા દુકાનદારોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. પાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રિમોન્સુન કામગીરી ઉપર સવાલો ઉઠવા પામ્યા હતા.હાલોલ નગર તળાવ માં વરસાદી પાણી પાવાગઢ તરફ થી યમુના કેનાલ ( રેંકડી ) દ્વારા પાણી આવે છે. ચોમાસુ આવતા પહેલા આ વરસાદી કાસ રેંકડીને પાલીકા દ્વારા સાફ કરવામાં આવે છે. જેને લઇ તળાવ માં આવતું વરસાદી પાણી માં અવરોધ ના બને અને પાણી ચોખ્ખુ તળાવમાં આવે ચાલુ વર્ષે પણ પાલીકા દ્વારા આ રેંકડી ને સાફ કરવામાં આવી હતી. છતાં છેલ્લા બે દિવસ શનિ રવિવાર ના દિવસે વરસેલા વરસાદના કારણે યમુના કેનાલ દ્વારા હાલોલ ગામ તળાવમાં આવતા પાણી નું વેણ વધી જતા પાણીના વેણ ની સાથે રેંકડી માં રહેલો કચરો તણાઈ આવતા હાલોલ ના પાવાગઢ રોડ પર બોમ્બે હાઉસ પાસે ના નાળા માં તે કચરો અટકી જઈ ભેગો થઇ જતા વરસાદી પાણી નાળા માંથી તળાવમાં જતું અટકી જતા પાણી એ પોતાનો રસ્તો કરી લેતા તે વરસાદી પાણી બજાર તરફ જવાના રસ્તા ઉપર તથા રેંકડી કિનારા પર આવેલ દુકાનો ના પગથિયાં સુધી પાણી આવી જતા દુકાનદારોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. કેટલીક દુકાનો માં પાણી પણ ભરાઈ ગયા હતા. જે ને લઇ પાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રિમોન્સુમ કામગીરી ઉપર સવાલો ઉઠવા પામ્યા હતા.જ્યારે સ્વચ્છતા ની વાતો કરતી પાલિકા ઉગતી ઝપાઇ હતી.જોકે પાલીકા દ્વારા તાબડતોબ નાળામા અટકી ગયેલા કચરો દૂર કરતા પાણી તળાવમાં જતું થતા અને પાણીનું સ્તર નીચું આવતા લોકો માં હાશકારો થયો હતો.અને તળાવમાં પાણી ની આવક થતા ગામ જનોમાં ખુશી નો માહોલ જોવા માંડ્યો હતો.












