
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

તા12-3-24ના રોજ.. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સપ્તાહ નિમિત્તે, મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની સોનેલા.. મહિલા ITI કોલેજ ખાતે..ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પારમેન્ટ ઓફ વિમેનના (DHEW) :- જેન્ડર સ્પેશ્યાલિસ્ટ- દીપિકાબેન ડોડીયાર દ્વારા મહિલા કૌશલ્ય પર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બરોડા ગ્રામિણસ્વરોજગાર સંસ્થાન (RSETI)-FLC કાઉન્સેલર- વનીતાબેન પટેલ, 181 અભયમના કાઉન્સેલર :- રેખાબેન ડામોર તથા pbsc કાઉન્સેલર- નિલેશ્વરી પરમાર ,તથા કોલેજના સ્ટાફ હાજર રહ્યા હતા તેમજ આ કાર્યક્રમમાં ‘ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પારમેન્ટ ઓફ વિમેન’ના જેન્ડર સ્પેશ્યલિસ્ટ – દીપિકાબેન ડોડીયારે તમામ બહેનોને…મહિલાઓની સુરક્ષા ,સલામતી અને કલ્યાણકારી યોજનાઓ જેવીકે.. મહિલા સ્વાવલબન યોજના, 181મહિલા હેલ્પ લાઇન,સખી વન સ્ટોપ સેન્ટર, વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન યોજના ,ઘરેલુહિંસા, સંકટ સખી એપ્લિકેશન, vmk..તમામ મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપી હતી.. તેમજ બરોડા ગ્રામીણ સ્વ-રોજગાર સંસ્થાના કાઉન્સેલર:- વનીતાબેન પટેલ દ્વારા .. નાણાકીય સાક્ષરતા અને સેન્ટર પર ચાલતા તાલીમકોર્ષ જેવાકે સીવણ,પાર્લર,મીણબત્તી, ફોટોગ્રાફી, બેન્ક સખી..એવા અલગ અલગ સ્વ રોજગારી મળી રહે તેવા 64 પ્રકારના કોર્સ ચાલે છે તે અંગે માહિતી આપેલ તેમજ 181 ના કાઉન્સેલરે વાનમાં આવતા મહિલાલક્ષી પ્રશ્નો વિશે ચર્ચા કરેલ તેમજ pbsc -કાઉન્સેલર નિલેશ્વરીબેન પરમારે – મહિલા સહાયતા કેન્દ્ર વિશે વિસ્તાર થી માહિતી આપી હતી…iti માં તાલીમ લેતા તાલીમાર્થીને IECનું વિતરણ કરવામાં આવ્યું હતું.









