
નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા ખાતે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યુ

જુનેદ ખત્રી : રાજપીપલા
ગુજરાત રાજ્ય, ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યના ૧૩ જિલ્લાઓમાં સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન શરૂ કરવા અંગેની મંજુરી મળતાં તા.૩૦/૧૨/૨૦૨૩ ના રોજ ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતેથી તમામ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઇ-લોકાર્પણ કરવામાં આવેલ જેમાં નર્મદા જિલ્લાના સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનુ પણ ઇ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું નર્મદા જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન એસ.ટી.ડેપોની સામે, મહિલા પોલીસ સ્ટેશનની બાજુમાં, કાર્યરત કરવામાં આવેલ હોય જેથી નર્મદા જિલ્લાની જાહેર જનતાને સાઇબર ક્રાઇમને લગતા કોઇપણ બનાવમાં સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે દ્વારા જાણવામાં આવ્યું છે









