BHARUCHJAMBUSAR

જંબુસર ખાતે ધારાસભ્યશ્રી ડી. કે. સ્વામીના અધ્યક્ષતામાં આવાસોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન

ઘરનું ઘર મળતાં લાભાર્થીઓએ વર્ણવ્યો આવાસ યોજનાનો સુખદ્ અનુભવ

**

નવા આવાસમાં લાભાર્થીઓ સુખ-સમૃદ્ધિ ભોગવે અને બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને એવી શુભકામના પાઠવતાં ધારાસભ્ય શ્રી ડી કે સ્વામી

* જંબુસર વિધાનસભા વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં ૧૧૪ જેટલા આવાસોનું લોકાપર્ણ કરાયું*

***

ભરૂચ- શનિવાર-  ‘વિકસિત ભારત-વિકસિત ગુજરાત’ની નેમને સાકાર કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાના ડીસા ખાતેથી રૂ.૨,૯૯૩ કરોડના ખર્ચે ૧,૩૧,૪૫૦થી વધુ આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. ગુજરાતના ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોમાં યોજાયેલા સમાંતર કાર્યક્રમમાં રાજ્યભરમાં આવાસ યોજનાના લાભાર્થીઓ અને તેમના કુટુંબીજનો સાથે નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા.

જે અંતર્ગત ભરૂચ જિલ્લાના જંબુસરના તાલુકા પંચાયતના ખાતે ધારાસભ્યશ્રી ડી. કે. સ્વામીના અધ્યક્ષતામાં આવાસોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા હતાં. જેમાં  જંબુસર વિધાનસભા વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં ૧૧૪ જેટલા આવાસોનું લોકાપર્ણ કરાયું હતું.

ધારાસભ્યશ્રી સહિતના ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે લાભાર્થીઓને સ્ટેજ પરથી આવાસની પ્રતિકાત્મક ચાવી સોંપવામાં આવી હતી.

આ તકે ધારાસભ્યશ્રી ડી. કે સ્વામીએ જણાવ્યું હતું કે, ‘ઘરનું ઘર હોવું એ દરેક વ્યક્તિનું સપનું હોય છે, પરંતુ આવાસવિહિન લાખો લોકોને પોતાનું ઘર મળે એવું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સપનું જોયું અને હવે એ સપનું સાકાર થયું છે. કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારની સહાય, પ્લોટ ફાળવણી, લાભાર્થીના ખાતામાં સીધાં જ રૂપિયા જમા કરવા જેવી તબક્કાવાર સુવિધાઓના ઉપક્રમે છેવાડાના જનજનને લાભ થયો છે. તમામ લાભાર્થીઓ નવા આવાસમાં સુખ-સમૃદ્ધિ ભોગવે અને બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને એવી શુભકામના પાઠવી હતી. આ સહિત આપણે બધા ભાગ્યશાળી છે આપણને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીનું નેતૃત્વ મળ્યું છે  વિશ્વમાં આપણું ગૌરવ વધારે છે તેવું નેતૃત્વ મળ્યું છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ સાથે આપણે બધા આગળ વધીશું..

તેમણેએમ પણ ઉમેર્યું હતું કે વર્તમાન સરકાર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં લોકકલ્યાણકારી યોજનાઓ અને લોકોપયોગી કાર્યક્રમો પારદર્શક વહીવટના કારણે વર્તમાન સમયમાં દેશના છેવાડાના લોકોના વિકાસની સાથે ભારત આજે વિશ્વગુરુ બનવાની દિશા તરફ અગ્રેસર બન્યોછે તેમ જણાવ્યું હતું .

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઘરવિહોણા પરીવારોને ઘરનું ઘર મળે અને લોકવિકાસની યોજનાઓથી દેશના લોકોનો વિકાસ થાય તે દિશામાં કાર્ય કરવામાં આવી રહ્યું છે તેમ જણાવી ગરીબ, વંચિત અને છેવાડાના માણસોને સ્પર્શતી કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના વિશે ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા હતાં અને તમામ યોજનાઓનો નાગરિકો વધુમાં વધુ લાભ લે એવી અપીલ કરી હતી.

માજી ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી છત્રસિંહ મોરી, માજી ધારાસભ્યશ્રી કિરણભાઈ મકવાણા,અન્ય મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું.

આ તકે લાભાર્થીઓ દ્વારા આવાસ યોજનાનો સુખદ્ અનુભવ વર્ણવતા પોતાનો પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.

કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંવાદ સહિતના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ લોકોએ એલ.ઈ.ડી. સ્ક્રિન પર પ્રધાનમંત્રીશ્રીનું જીવંત પ્રસારણ અને  લાભાર્થીઓ સાથેનો સંવાદ કાર્યક્રમ નિહાળ્યો હતો. અને જંબુસર આંબેડકર હોલ માટે ધારાસભ્યની ગ્રાન્ટ માંથી પાંચ લાખનો મંજૂરી પત્ર  સમાજના અગ્રણીઓને અર્પણ કર્યો હતો.

જંબુસર ખાતે યોજાયેલા  કાર્યક્રમમાં જંબુસર – આમોદ તાલુકાના આગેવાન પદાધિકારીઓ, પ્રાંત અધિકારીશ્રી, એમ બી પટેલ મામલતદારશ્રી વી બી પરમાર જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, તેમજ સંબંધીત ખાતાના અમલીકરણ અધિકારીઓ સહિત  મહાનુભાવો અને નાગરિકો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button