બોડેલી તાલુકાના તાડકાછલા ગામે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ.
છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવાની પ્રેરક ઉપસ્થિતિ
___________________
પ્રજાજનોને સરકારની વિવિધ યોજનાની માહિતી પૂરી પાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા એક માધ્યમ બની છે : ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા
________________________
જનજન સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડી ગ્રામીણ વિકાસને પાયાથી મજબુત કરીને આગામી વર્ષ ૨૦૪૭ સુધી ભારતને વિકસિત રાષ્ટ્રની હરોળમાં પહોંચાડવાની સંકલ્પ સાથે વડાપ્રધા નરેન્દ્રભાઇ મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઝારખંડ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” છોટાઉદેપુરના ગામેગામ ભ્રમણ કરીને વંચિત લાભાર્થીઓના ઘરઆંગણે કેન્દ્ર-રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓ” પહોંચાડી રહી છે. આ સંકલ્પ યાત્રાનું બોડેલી તાલુકાના તાડકાછલા ગામે આગમન થતા ગામની દીકરીઓએ કુમકુમ તિલક કરીને સંકલ્પ રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ વેળાએ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, સરકારે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવીના ઘરઆંગણે પહોંચાડવા માટે આ સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. મહિલાઓ, યુવાનો, ખેડુતો સહિત ગરીબ-મધ્યમવર્ગના સર્વાંગી વિકાસને કેન્દ્રસ્થાને રાખીને વડાપ્રધાનશ્રી વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થયા છે. આદિવાસી સમુદાય પણ આશીર્વાદરૂપ બની રહેલી આયુષ્માન યોજના સહિતની તમામ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
છોટા ઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાએ પણ આ પ્રસંગે ગ્રામજનોને સરકારશ્રીની અનેકવિધ યોજનાકીય માહિતી અને લાભ લઈને વિકસિત ભારતના નિર્માણમાં પોતાની ભાગીદારી નોંધવવા પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.
“મેરી કહાની, મેરી જુબાની”થીમ અંતર્ગત પોષણલક્ષી યોજનાનો લાભ લેનારા કિશોરીઓએ આંગણવાડી તરફથી ઉપલબ્ધ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ટીએચઆના પેકેટથી શારીરિક અને માનસિક વૃદ્ધિમાં આવેલા સકારાત્મક પરિવર્તન અંગે ગ્રામજનો જાગૃત કર્યા હતા. કાર્યક્રમ વેળાએ ગ્રામજનોએ સરકારની વિવિધ યોજનાકીય માહિતીની ફિલ્મ નિહાળીને વિકસિત ભારતના નિર્માણ અંગે સામુહિક શપથ લીધા હતા. નોંધનીય છે કે, સંકલ્પ યાત્રા દરમિયાન પરંપરાગત માધ્યમો દ્વારા પણ ગ્રામજનોને યોજનાકીય માહિતી અંગે જાગૃત કરવામાં આવી રહ્યાં છે.
આ પ્રસંગે છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા ,પાવીજેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા,બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ ડો.શીતલબેન કુવરબા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા,તાંદલજા જિલ્લા પંચાયત સભ્ય પ્રકાશભાઈ તેમજ ગામના સરપંચ, સ્થાનિક અગ્રણીઓ-પદાધિકારીઓ, સંબંધિત વિભાગના અધિકારી-કર્મચારીઓ, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી