GUJARATMORBIMORBI CITY / TALUKO

મોરબી ના જુના રેલવે કોલોની ગરબી માં બાળાઓ અર્વાચીન દાંડીયા ને છોડી પ્રાચીન પરંપરા જાળવી ગરબા રમે છે

૮૦ વર્ષથી પણ જૂની એવી  મોરબી ના જુના રેલવે કોલોની ગરબી માં બાળાઓ અર્વાચીન દાંડીયા ને છોડી પ્રાચીન પરંપરા જાળવી ગરબા રમે છે

મોરબી ના સ્ટેશન રોડ પર રેલવે સ્ટેશન સામે જૂની રેલવે કોલોની માં ૮૦ વર્ષથી વધુ સમયથી જૂની પ્રાચીન શ્રી જૂની રેલવે કોલોની ગરબી મંડળ માં ૭૫ થી વધુ બાળાઓ આજના યુગ ના મારધાળ ડિસ્કો ડીજે ના અર્વાચીન દાંડીયા ને તિલાંજલી આપી અવનવા રાસ જેમાં માડી તારી અઘોર નગારા,તલવાર રાસ, ધુમર રાસ,માં નવદુર્ગા રાસ રમી માં નવદુર્ગા ની ભક્તિ આરાધના કરી પ્રાચીન સંસ્કૃતિ ની પરંપરા જાળવી રહી છે. આ સફળ ગરબી નું સંચાલન સેવાભાવી યુવાનો અનીલ રાઠોડ, અવધગીરી ગોસ્વામી, રવિરાજ ગોસ્વામી, તુષાર કોટક, રવિ પંડ્યા, રાજુભાઇ રાઠોડ, મિતેષ સોલંકી, દિપ રબારી, મહિપતસિંહ રાઠોડ, કરી રહ્યા છે. નવરાત્રી ના દિવસ માં બહોળી સંખ્યા માં આ ગરબી જોવા લોકો ઉમટી પડ્યા હતા

[wptube id="1252022"]
Back to top button