GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લાના લુણાવાડા પી. એન. પંડયા કોલેજ ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ કમ પ્રદર્શનનું આયોજન કરાયું

આસીફ શેખ લુણાવાડા

મહીસાગર જિલ્લાના લુણાવાડા પી. એન. પંડયા કોલેજ ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ કમ પ્રદર્શનનું આયોજન કરાયું

મહીસાગર જિલ્લા પશુપાલન શાખા દ્વારા જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ કમ પ્રદર્શનનું આયોજન  પી.એન.પંડ્યા કોલેજ, લુણાવાડા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો.

જેમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ, લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, ખેતીવાડી ઉત્પાદન સહકાર અને સિંચાઈનાં ચેરમેન લીલાબેન જશવંતભાઈ ડામોર તથા  પી.એન.પટેલ ભૂતપૂર્વ કારોબારી સભ્ય જિ.પં.મહીસાગર હાજર રહી પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન આપ્યું હતું.

પશુપાલન ખાતાનાં લાભાર્થીઓને યોજનાકીય સહાયનાં રકમના ચેકનું વિતરણ કરવામાં આવ્યું. તથા શિબિરમાં પશુપાલનનાં નિષ્ણાતો દ્વારા વૈજ્ઞાનિક ઢબે નફાકારક પશુપાલન કરવા માટેનાં વિવિધ વિષયોનું માર્ગદર્શન ડો.એમ.જી.ચાવડા, નાયબ પશુપાલન નિયામક, જિ.પં.મહીસાગર તથા ડો.કે.એમ.પંડિત મદદનીશ પશુપાલન નિયામક,ઘ.પ.સુ.યો.-ગોધરા, ડો.જે.એમ.પટેલ, મદદનીશ પશુપાલન નિયામક, વેટપોલી મધવાસ તથા પશુપાલનનાં પશુચિકિત્સા અધિકારી ડો.એસ.એસ.દેવડા, ડો.કે.જે.ચૌહાણ, ડો.એચ.એન.જોષી ઉપસ્થિત રહ્યા. આ શિબિરમાં કુલ જિલ્લાનાં વિવિધ ગામોમાંથી ૩૦૦ શિબિરાર્થીઓ હાજર રહ્યા.

[wptube id="1252022"]
Back to top button