આજ રોજ 150-જંબુસર આમોદ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીજી અને જંબુસર શહેર નાં ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 9 વર્ષના સુશાસનમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અને કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપી પુસ્તિકાઓનું વિતરણ કર્યું.




આજ રોજ ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં ” મહા જન સંપર્ક અભિયાન ” અંતર્ગત ધારાસભ્યશ્રી ૫.પૂ. દેવ કિશોર ( ડી.કે. ) સ્વામિજીના નેતૃત્વમાં પ્રબુધ્ધ નાગરિકો અને સામાજિક અગ્રણીઓની ઘેર ઘેર ફરીને મુલાકાત લીધી .
મા.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નવ વર્ષના સુશાસનમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અને કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપી પુસ્તિકાઓનું વિતરણ કર્યું.
આ કાર્યક્રમમાં આદરણીય ધારાસભ્યશ્રી ડી.કે.સ્વામિજી સાથે ભરૂચ જિલ્લા ભાજપના મંત્રીશ્રી કૃપાબેન દોશી , મહિલા મોરચાના જિલ્લા મહામંત્રીશ્રી કૌશલ્યાબેન દૂબે , અનુ.જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ ચંદ્રકાંત જંબુસરીઆ , શહેર ભાજપના પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ પટેલ , મહામંત્રીઓ શ્રી પંકજભાઈ પટેલ અને શ્રી મનનભાઈ પટેલ , નગર સેવા સદનના ઉપપ્રમુખશ્રી ધર્મેશભાઈ પટેલ , કારોબારી ચેરમેનશ્રી શૈલેષભાઈ પટેલ , સદસ્યો સર્વશ્રી વિશાલભાઈ પટેલ તથા અન્ય સદસ્યશ્રીઓ , અગ્રણીશ્રી ભાવેશભાઈ રામી , વિરેનભાઈ શાહ , જીતુભાઈ મકવાણા , જંબુસર શહેર મોરચાના પ્રમુખ શ્રી શિવ પ્રસાદ જાંબુ વગેરે સહિત જંબુસર શહેર ભાજપના અગ્રણી હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ








