હાલોલ-લાયન્સ કલ્બ દ્વારા મહિલા દિન નિમિત્તે ગૌરવ રત્ન સન્માન-૨૦૨૪ નૂ ભવ્ય આયોજન,મહિલાઓનૂ સન્માન.

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૯.૩.૨૦૨૪
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત લાયન્સ ક્લબ હાલોલ દ્વારા એક વિશિષ્ટ કાર્યક્રમ મહિલા ગૌરવરત્ન સન્માન સમારોહ 2024 તેજસ્વિની નું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સંઘર્ષમય કામગીરી કરી હોય એવી વિવિધ વિશિષ્ટ 40 મહિલાઓ નું સન્માન કરવામા આવ્યું હતું.જેમાં કાર્યક્રમ ના ઉદ્ધઘાટક લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લા વિજયસિંહ ઉમટ મુખ્ય અતિથિ ગુજરાતી ફિલ્મ અભિનેત્રી યામિની જોશી અતિથિ વિશેષ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગર ના ડિરેક્ટર સોફિયા બેન ભાઈજમાલ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લા.કિરણ જૈન ડિસ્ટ્રિક્ટ ફર્સ્ટ લેડી હેમલતાબેન ઉમટ વિશેષ આમંત્રિત રીજીયન ચેરમેન લા.પિયુષ પટેલ એલ બી એલ ચેરમેન લા.અશોક જૈન લાયન્સ ક્લબ હાલોલ પ્રમુખ લા. પ્રવીણ કે રાજન સેક્રેટરી રિઝવાન મુલતાની ખજાનચી લા. શ્રેયસ શાહ લા.દીપક શાહ લા. નીતિન શાહ લા.અતુલભાઈ શેઠ લઘુઉદ્યોગ ભારતી માંથી ગીરીશભાઈ ચૌહાણ સચિન ભાઈ શાહ અને અન્ય આમંત્રિત મહેમાનો ની ઉપસ્થિત માં વિશિષ્ટ મહિલાઓ ઓ નું સન્માન કરવામાં આવ્યું હતું.અને કન્યા છાત્રાલય ની બાલિકા ઓ ને વિવિધ પ્રકાર ની ગિફ્ટ આપવામાં આવેલ ગ્રામ વિસ્તાર ની જરૂરતમંદ મહિલાઓ ને સાડી વિતરણ કરવામાં આવેલ મહિલા દિવસ કાર્યક્રમ ની અનોખી રીતે ઉજવણી કરી લાયન્સ ક્લબ હાલોલ દ્વારા ખુબજ સુંદર કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન સેક્રેટરી લા રિઝવાન મુલતાની દ્વારા કરવામાં આવ્યું હતું.










