GUJARATLUNAWADAMAHISAGAR

સશક્ત કિશોરી,સુપોષિત ગુજરાત” અંતર્ગત કડાણા ખાતે કિશોરી મેળાનું આયોજન કરાયું

આસીફ શેખ લુણાવાડા

“સશક્ત કિશોરી,સુપોષિત ગુજરાત” અંતર્ગત કડાણા ખાતે કિશોરી મેળાનું આયોજન કરાયું

મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક મહિલા કલ્યાણ વિભાગ હેઠળ બેટી બચાઓ બેટી પઢાઓ તથા સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત પૂર્ણા યોજના કાર્યાન્વિત છે. આ યોજનાઓનો મુખ્ય હેતુઓ દિકરી જન્મને પ્રોત્સાહન, દિકરીઓના શિક્ષણ, પોષણ, બાળલગ્ન અટકાયત, સલામતી અને સુરક્ષા છે. ગુજરાત સરકારની થીમ “સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત” હેઠળ જિલ્લા અને તાલુકા કક્ષાએ “સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત” ની થીમ આધારીત કિશોરી મેળાનો કાર્યક્રમ તારીખ ૧૧ થી ૧૩ ઓક્ટોબર સુધી યોજાનાર છે. આવશે. કન્યા છે જગતનું સન્માન, કન્યાને આપો પૂરાં સન્માન આવા શીર્ષકને સાર્થક કરીએ. જે ‘કિશોરી

મેળા’ અંતર્ગત તા.૧૨/૧૦/૨૦૨૩ ના રોજ ‘આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ’ ની

ઉજવણીના ભાગરૂપે કડાણા ખાતે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવેલ. આ કિશોરી મેળામાં કિશોરીઓ અને મહિલાઓને સખી સહસખી તથા કિશોરીઓ દ્રારા શિક્ષણ, નોકરીઓની તકો, કૌશલ્ય વર્ધનના વિવિધ વિષયો, કિશોરીઓના આરોગ્યને લગત વિવિધ યોજનાઓની માહિતી અને એનિમિયાના નિરાકરણ માટે પગલા, કિશોરીના પોષણ અને પોષણ વાટીકા બનાવવા, સ્વ-બચાવની તાલીમ, કિશોરીઓ તથા બાળકોના હક અને કાયદાની માહિતી, “ગુડ ટચ બેડ ટચ” જાતીય શોષણ અંગેની સમજ, મહિલા અને બાળ વિકાસની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ અને અંતમા બેટી બચાઓ બેટી પઢાઓની પ્રતિજ્ઞા લેવામાં આવેલ.

આ કાર્યક્રમમાં વધુ હિમોગ્લોબીન ધરાવતી ૦૩ કિશોરીઓને હિમોગ્લોબીન ક્વીન તરીકે ઈનામ આપવામાં આવેલ તેમજ વ્હાલી દિકરી યોજનાના મંજુરી હુકમ વિતરણ કરવામાં આવ્યા. આ મેળામાં વિવિધ વિભાગના સ્ટૉલનું આયોજન કરવામાં આવેલ જેમા મહિલા અને બાળ વિકાસ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, સરકારી બેન્ક અને પોસ્ટ ઓફિસ, ગૃહ વિભાગ તથા કાનૂની સેવા સત્તા મંડળ, શ્રમ રોજગાર વિભાગ, સમાજ સુરક્ષા, શિક્ષણ વિભાગ વગેરેના સ્ટોલ રાખવામાં આવેલ.

[wptube id="1252022"]
Back to top button