BHUJGUJARATKUTCH

30-ડિસેમ્બર.

વાત્સલ્યમ્ સમાચર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ કચ્છ  :- જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં શિક્ષણ નિરીક્ષક તરીકે ફરજ બજાવતા અને કરછને પોતાની કર્મભૂમિ બનાવનાર શ્રી ભૂપેન્દ્રસિંહ એમ. વાઘેલા સાહેબને કચ્છમાં જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે બઢતી મળતા આજે જિલ્લા પંચાયત ખાતે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા તેમનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને અભિવાદન કરવામાં આવ્યું હતું. આ તકે કચ્છ જિલ્લા પ્રા. શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા , રાજ્યસંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા, જિલ્લા સંઘના કાર્યાધ્યક્ષ હરદેવસિંહ જાડેજા, કોષાધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભુજ તાલુકા પ્રા.શિક્ષક સમાજના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, નખત્રાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ રામુભા જાડેજા, ભુજ તાલુકા મંડળીના પ્રમુખ નિલેશભાઈ ગોર, જીતેન્દ્ર ઠક્કર, ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુક્ત શિક્ષણાધિકારી શ્રી વાઘેલા સાહેબે શિક્ષક સમાજનો ઋણ સ્વીકાર કરી સૌના સહિયારા પ્રયાસો થકી કચ્છના શિક્ષણને વધુ વેગવાન બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.

[wptube id="1252022"]
Back to top button