CHIKHLIGUJARATNAVSARI

વલસાડ ખાતે થી (કચ્છ) આશાપુરા માતાના મઢ સાઈકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

અંબાલાલ પટેલ – ચીખલી

છેલ્લા ૨૫ વર્ષ થી વલસાડ થી આશાપુરા માતાજી ના મઢ સાઈકલ યાત્રા નીકળે છે.

ગુજરાત રાજ્ય ના કચ્છ ખાતે આવેલ માં આશાપુરા માતાજી નો મઢ જગ પ્રખ્યાત છે.ત્યારે કચ્છ કુળદેવી માં આશાપુરા માતાના મઢ માં નવરાત્રી દરમિયાન શીશ ઝુકાવા માટે ભાવિક ભક્તો ની સાઈકલ તેમજ પદયાત્રા શરૂ થઈ ગઈ છે. જ્યારે આ મંદિર એક અલગ આસ્થા નું કેન્દ્ર છે. ત્યારે માઈ ભક્તો માતાજી ને રાજી કરવા માટે અલગ અલગ પ્રકારે દર્શને જતાં હોય છે. ત્યારે
વલસાડ ખાતે રહેતા ૨૪ જેટલા માં આશાપુરી માતાજીના ભાવિક ભક્તો દ્વારા માતાજી ના મઢ સુધી સાઈકલ યાત્રા નું સુદર અયોજન કરી દર્શન અર્થે જઈ રહ્યા છે.ત્યારે વલસાડ થી સાત તારીખના શાકભાજી માર્કેટ ભીડ ભજન મહાદેવ મંદિર થી નિકળી ધર્મજ જલારામ મંદિર થઈ ચોટીલા થી માટેલ ખોડીયાર રવેચી ધામ મોગલ ધામ કબરાઉ ૧૪ તારીખના આશાપુરા કચ્છ માતાના મઢ પહોંચશે આ સાયકલ યાત્રા માં ૨૪ યુવાનો જોડાયા છે.તેમજ ૨૫ વર્ષથી સાયકલ યાત્રા વલસાડ થી નીકળે છે. જ્યારે આ સાઈકલ યાત્રાનું જય ભવાની મિત્ર મંડળ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યુ હતું.

[wptube id="1252022"]
Back to top button