DANGGUJARATWAGHAI

વઘઈ એ.પી.એમ.સી. ચુંટણીની મતપેટીમાંથી ૮૮ બેલેટ પેપર નીકળતા વાંધો ઉઠાવવામાં આવ્યો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

વઘઈ ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતિની ચૂંટણીની મતપેટી માંથી ૮૮ બેલેટ પેપર નીકળ્યા હતા જેને લઇને વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે.તેમજ આહવા ડાંગ ચૂંટણી અધિકારી અને મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર સ. મ. ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી.

વઘઈ ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતિની સામાન્ય ચૂંટણી-૨૦૨૩ની મતગણતરી તા.૧૩/૧૦/૨૦૨૩નાં રોજ કરવામાં આવી હતી.ત્યારે ઉમેદવારો એજન્ડો તેમજ આપની કચેરીનાં સ્ટાફની હાજરીમાં મતપેટી ખોલવામાં આવે જે બેલેટ પેપરો ની ગણતરી કરતાં કુલ ૮૮ બેલેટ પેપરો મતપેટી માંથી નિકળતા શંકાનું સ્થાન લાગે છે. જેમાં બેલેટ નંબર –૨ અને ૧૯ નંબરનાં બેલેટ પેપરમાં ઉમેદવાર ભોયે સુરેન્દ્ર દશ્યાની પેનલનાં ઉમેદવારોને મત પડેલ છે. જેને લઇને ભોયે નયનેશ માધુભાઈ દ્વારા વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે.

તેમજ તા.૧૩/૧૦/૨૦૨૩ના રોજ  એ.પી.એમ.સી. ચૂંટણી મત ગણતરીનું આયોજન કરવામાં આવ્યું હતું.પરંતુ   મતદાન  પેટી સાત દિવસ અગાઉ તા.૭/૧૦/૨૦૨૩ ના રોજ મે .મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર સ.મ.લી.આહવા દ્વારા લઈ જવામાં આવી હતી.ત્યારે કચેરીમાં તા.૭/૧૦/૨૦૨૩ થી.તા.૧૩/૧૦/૨૩ સુધી રાખવામાં આવેલ હતી. જેના કારણે તેમની કામગીરી શંકાનાં દાયરામાં જોવા મળી હતી.જે અંગેની વાંધા અરજી પણ કરવામાં આવી હતી.તેમ છતા મત પેટી ખોલવામાં આવી હતી જેમાં બે બેલેટ પેપરો વધારે નીકળ્યા હતા.

<span;>ત્યારે સમગ્ર મામલાને ધ્યાને લઇને ચુંટણી રદ કરવામાં આવે અને ફરીથી ચુંટણી કરવામાં આવે તેવી માંગ સાથે ભોયે નયનેશ માધુભાઈ દ્વારા આહવા ડાંગ ચૂંટણી અધિકારી અને મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર સ. મ. ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.તેમજ ઉચ્ચ અધિકારીઓને પણ આ અંગે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

[wptube id="1252022"]
Back to top button