NANDODNARMADA

રાજપીપળા નજીક સિસોદ્રા ફાટક પાસે રેતી ભરેલ હાઇવા અને કન્ટેનર વચ્ચે અકસ્માત

રાજપીપળા નજીક સિસોદ્રા ફાટક પાસે રેતી ભરેલ હાઇવા અને કન્ટેનર વચ્ચે અકસ્માત

રાજપીપળા : જુનેદ ખત્રી

રાજપીપળા નજીક સિસોદ્રા ફાટક પાસે રેતી ભરેલ હાઇવા ટ્રક અને વોશિંગ મશીન ભરેલ કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કન્ટેનરના ચાલકને પગમાં ઈજા થવા પામી છે અકસ્માત બાદ હાઇવા ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો આ બાબતે રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે

મળતી માહિતી મુજબ હાઈવા ટ્રક GJ 21 W 8241 નો ચાલક હાઈવા ટ્રક પુરઝડપે અને ગફતભરી રીતે હંકારી લાવી ફરીયાદી નું કન્ટેનર નં RJ 14 GP 7706 ની આગળની સાઈડ અથાડી દેતા કન્ટેનર ચાલકને પગમાં ઈજાઓ થવા પામી હતી અકસ્માત બાદ રેતી ભરેલ હાઇવા ચાલક ફરાર થઈ ગયો હતો ત્યારે રાજપીપળા પોલીસે ઇજાગ્રસ્ત કન્ટેનર ચાલકની ફરિયાદ આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે

 

[wptube id="1252022"]
Back to top button