
આસીફ શેખ લુણાવાડા
મહીસાગર જીલ્લામાં “હેલ્લો ડોક્ટર બેન” મફત કોલ સેવા કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો.
જિલ્લા વિકાસ અધિકારી ચંદ્ર્કાંત પટેલની ઉપસ્થિતિમાં “હેલો ડોક્ટર બેન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.
“હેલ્લો ડોક્ટર બેનની” બાળકના પાલન પોષણની વાતો તમારા પોતાના મોબાઈલ પર સાંભળો

“હેલ્લો ડોક્ટર બેન” મફત કોલ સેવા પ્રોજેકટ અંતર્ગત ૦૯૨૨૭૬૯૨૨૭૬ નંબર પર કોલ કરી રજીસ્ટર કરાવો
મહીસાગર જીલ્લામાં કુપોષણ ઘટાડવા માટે અને સ્વચ્છતા પર જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી ચેરિટેબલ ફાઉન્ડેશન પાવર ઓફ ન્યુટ્રીશન અને કન્ઝયુમર ગુડ્સ કંપની યુનિલિવર દ્વારા “હેલ્લો ડોક્ટર બેન” મફત કોલ સેવા કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો. જેના ભાગ રૂપે આજ રોજ મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારી ચંદ્ર્કાંત પટેલની ઉપસ્થિતિમાં “હેલો ડોક્ટર બેન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.
આ કાર્યક્રમ અંતર્ગત મોબાઈલ ટેક્નોલૉજીના ઉપયોગ થકી પોષણ સાથે સાબુથી હાથ ધોવાને પ્રોત્સાહન આપવાના કાર્યને આગળ ધપાવવામાં આવશે. આ પ્રોજેકટ દ્વારા જિલ્લાના ૧ લાખ સગર્ભાસ્ત્રી અને માતા સુધી પહોચી કૂપોષણ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
મફત કોલ સેવા પ્રોજેકટ અંતર્ગત ૦૯૨૨૭૬૯૨૨૭૬ નંબર પર કોલ કરી રજીસ્ટર કરાવી સગર્ભા સ્ત્રીઓ અને જેમના બાળક ૬ વર્ષની ઉમરના હોય તેવા માતા-પિતાને તેમના બાળકોના સ્વસ્થ જીવન માટે પાયાની પોષણ તેમજ આરોગ્ય સંભાળ અને સ્વચ્છતા માટેના સંદેશ આપવામાં આવશે તેમજ આ કાર્યક્રમ થકી ગ્રામીણ વિસ્તારોમાં બાળકોના સ્વાસ્થય તેમજ સ્વચ્છતા વિશેની મહત્વપૂર્ણ માહિતી તેમની અનુકૂળતાએ અને ગમે ત્યાંથી મફત તેમના મોબાઈલ ફોન પર પ્રાપ્ત થશે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યુ હતું કે, માતા પિતાને બાળકના પોષણ અને સ્વચ્છતાં વિષે જાગૃત કરી જરૂરી માર્ગદર્શન આપી બાળકને કૂપોષણ અને ગંભીર બીમારીથી બચાવવા એ આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે તે માટે જિલ્લાના દરેક લોકો આ કાર્યક્રમમાં જોડાવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર સી વી લટા, આઈ સી ડી એસ પ્રોગ્રામ ઓફિસર ,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા વિકાસ અધિકારીઓ, “હેલ્લો ડોક્ટર બેન” પ્રોજેક્ટના અધિકારી સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.









