GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER વાંકાનેરની સરધારકા ચોકડી પાસેથી એકટીવામાં વિદેશી દારૂની બે બોટલ સાથે ઇસમ ઝડપાયો

WANKANER વાંકાનેરની સરધારકા ચોકડી પાસેથી એકટીવામાં વિદેશી દારૂની બે બોટલ સાથે ઇસમ ઝડપાયો
વાંકાનેર સીટી પોલીસે સરધારકા ચોકડી પાસેથી એકટીવા મોપેડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઈસમને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસ સરધારકા ચોકડી પાસે ચેકિંગમાં હોય ત્યારે ત્યાંથી એકટીવા રજી.નં. જીજે-૩૬-એએચ-૫૧૪૬ પસાર થતા તેને રોકી તલાસી લેતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બે બોટલ મળી આવી હતી. જેથી એકટીવા ચાલક આરોપી કેતનભાઇ રાજેશભાઇ અબાસણીયા ઉવ.૨૫ રહે.ગામ ધમલપર-૩ તા.વાંકાનેરને ઝડપી તેની અટકાયત કરવામાં આવી હતી. આ સાથે વાંકાનેર સીટી પોલીસે વિદેશી દારૂ તથા એકટીવા સહિતનો મુમલ કબ્જે કરી પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહી. હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
[wptube id="1252022"]








