
તા. ૧૦. ૦૬. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના નજીક આવેલ એક ગામમાંથી એક પીડિત મહિલાએ 181 મહિલા હેલ્પલાઇન કરી અને ફરિયાદ નોંધાવી હતી.
ત્યારબાદ કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળેલ કે તેઓના દીકરાના સાસરી પક્ષ દ્વારા તેઓને અપશબ્દ બોલી અને મારપીટ કરી હેરાનગતિ હતી. પીડિતા જણાવે છે કે તેઓના વહુ તેઓના જોડે ઝઘડો કરી અને તેઓના પિયરમાં જતા રહ્યા હતા. જેથી તેઓ તેઓના પતિ અને તેમના દીકરા જોડે તેમના વહુ ને લેવા ગયા હતા. પરંતુ તેઓના વહુ અને તેમના પરિવારના સભ્યો તેવો જોડે અપશબ્દ બોલી દૂર વ્યવહાર કરતા હતા. જેથી પીડીતાના દીકરાના વહુ ને સમજાવ્યા કે તમે તમારું એક નાનું બાળક છે અને તમારા પતિથી તમને ગમે તે પ્રોબ્લેમ હોય તો તમે વાતચીત કરી અને તેનું સોલ્યુશન લાવી શકો આમ તમે નાના મોટા ઝઘડામાં ઘર છોડી તમારા પિયરમાં આવી જાવ તે યોગ્ય નથી અને પીડીતાને અને તેઓના દીકરાને પણ સમજાવ્યા કે તમે તમારી વહુ જોડે સારી રીતે રહો અને તમારું ઘર ચલાવો જેથી બંને પક્ષને સમજાવી અને બાહેધારી લખાવી અને સમાધાન કરાવેલ છે