Jetpur: માર્ગ સલામતિ માસ અંતર્ગત અવરનેસ જેતપુર બોસામિયા કોલેજ ખાતે સેમિનાર યોજાયો.

તા.૧૦/૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, jetpur: રાજકોટ રેન્જ આઈ જી પી અશોકકુમાર યાદવ ની સૂચના થી પોલીસ અધિક્ષક (રાજકોટ રૂરલ) જયપાલસિંહ રાઠૌડના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક શાખા તથા જેતપુર સિટી પોલીસ તથા RTO રાજકોટ ના સયુંકત ઉપક્રમે જેતપુર ની જી. કે . એન્ડ સી.કે. બોસમીયા કોલેજના BBA, MBA અને BCA વિભાગના સ્ટુડન્ટ્સ ને ટ્રાફિક અવેરનેસ અન્વયે જાહેર માર્ગો પર ચાલવુ, ટુ વ્હિલાર ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ ન કરવો, હેલ્મેટ પહેરવાના ફાયદા, તેમજ ગુજરાત સરકાર દ્વારા ચાલતી હીટ એન્ડ રન સ્કીમ , ગુડ સમરીટન એવોર્ડ વિગેરે અંગેની માહિતિ RTO અધિકારી કેતન ખપેટ અને નિવૃત RTO જે.વી. શાહ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.

તકે , જેતપુર સીટી PI અર્જુનસિંહ હેરમા , જિલ્લા ટ્રાફિક PSI એસ. ડી.રાણા , જેતપુર તાલુકા, PSI જાડેજા,તથા, ઉદ્યોગનગર PSI ગરચર , , NHAI ના એન્જિનિયર વિજય પરમાર તથા પ્રિન્સિપાલ ચોચા ઉપસ્થિત રહ્યા હતાં.








