DAHODGUJARAT

દાહોદ જિલ્લામાં લાભાર્થીઓને હવે આયુષ્માન” એપ પરથી જાતે જ આયુષ્માન કાર્ડ કાઢી શકાશે

તા.૧૮.૧૦.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લામાં લાભાર્થીઓને હવે આયુષ્માન” એપ પરથી જાતે જ આયુષ્માન કાર્ડ કાઢી શકાશે

દાહોદ જિલ્લામાં લાભાર્થીઓને હવે આયુષ્યમાન કાર્ડ માટે આરોગ્ય કેન્દ્રો કે અન્ય સેન્ટરો પર જવામાંથી મુક્તિ મળી છે.આ સંભવ થયું છે મોબાઇલ થકી ઓનલાઇન આધારકાર્ડ એનરોલમેન્ટથી.જોકે આ સરળ પ્રક્રિયાનો લાભ કેવી રીતે લઈ શકાય તે અર્થે લાભાર્થીઓ માટે સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પી.એમ.જે.વાય.માં યોજના, આયુષ્યમાન ભારત કાર્ડ બી.આઈ.એસ.૨.૦ એપ્લિકેશનમાં એનરોલમેન્ટ અંગેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

https://play.google.com/store/apps/detail s?id=com.beneficia- ryapp એપનો ઉપયોગ કરીશકાશે. આ મોબાઈલ એપથી શકયતા છે. લાભાર્થીનો ફોટો લેવામાં સરળતા રહેશે. કોમ્પ્યુટરથી અને લેપટોપથી પ્રોસેસ કરવામાં વેબ કેમેરો હોવો જરૂરી છે. કાર્ડ ડાઉનલોડ મરવા માટે લોગ ઇન થવા માટે બે ઓપ્શન આપેલ છે . એક beneficiary અને બીજો operator. જ્યાં સુધી દરેકના આઈ.ડી. ન બને ત્યાં સુધી beneficiary સિલેક્ટ કરી આયુષ્માન કાર્ડની પ્રોશેસ કરવાની રહેશે. વેબનું પોર્ટલ નવું હોવાથી ડાઉનલોડ થવામાં ૧૫ થી ૨૦ મિનિટનો સમય લાગવાની

નવા પોર્ટલ મા family id એટલે રેશન કાર્ડ નંબર સમજવું. કાર્ડ બનાવવાની પ્રોસેસ વખતે જો લાભાર્થીનો આધાર કાર્ડ અને રેશન કાર્ડનો ડેટા જો ૮૦ % સ્કોર મેચ થતો હશે તો તરત જ કાર્ડ બની જશે અને ડાઉનલોડ . પણ કરી શકશે. જો ૮૦ ટકા થી સ્કોર ઓછો હશે તો તે કાર્ડ અપ્રુવ થયા બાદ જ ડાઉનલોડ થઇ શકશે. ત્યાં સુધી તે પેન્ડીંગ બતાવશે.આ એપ પરથી કાર્ડ રીન્યુ નહિ થઇ શકે, જેની સંબંધિત સર્વેને નોંધ લેવા અનુરોધ છે.

ઉપરોક્ત મોબાઇલ એપ્લિકેશન મારફતે દાહોદમાં એક જ દિવસમાં 4435 લાભાર્થીઓએ આયુષ્યમાન કાર્ડનું એનરોલમેન્ટ કરાવ્યું છે. તે રાજ્ય માં સૌથી વધારે દાહોદ જિલ્લાના લોકોએ આ એપ્લિકેશન થકી, એનરોલમેન્ટ કરાવ્યું હતુ. પી.એમ.જે.વાય.મા કાર્ડ યોજના આયુષ્યમાન

ભારત કાર્ડ બી.આઈ.એસ.૨.૦ એપ્લિકેશન એનરોલમેન્ટ અંગેની સરકારના આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે

આ અંગે માન.જીલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવત ના જણાવ્યા મુજબ આ કાર્ડ માટે એપ્લિકેશનમા કેવી રીતે એનરોલમેન્ટની કામગીરી કરી શકાય તેની માર્ગદર્શિકા બહાર પાડવામા આવી છે. જેમાં લાભાર્થીએ પ્રથમ મોબાઈલ નંબર દ્વારા ઓનલાઇન લોગીન થવાનું હોય છે.ત્યાર બાદ કુટુંબના સભ્યોની યાદી આવશે તેમાં બાકી રહેતા સભ્યો સામે ક્લિક કરતા મોબાઇ લમાં OTP આવશે, તે OTP વેરીફાઈ કરવો. આધાર કાર્ડમા આવેલ ફોટા સામે લાઈવ ફોટો અપલોડ કરવાનો હોય પરિવારના કોઈ પણ સભ્યનો મોબાઈલ નંબર નાખી OTP વેરીફાઈ કરી આધારકાર્ડ પ્રમાણે વિગતો ભરી સબમિટ કરતા એનરોલમેન્ટની પ્રક્રિયા પૂર્ણ થતી હોય છે. ત્યારબાદ ડાઉનલોડ પર કિલક કરવાથી આયુષ્યમાન કાર્ડની કોપી પી.ડી.એફ.સ્વરૂપે લાભાર્થીને મોબાઇલમાં ગણતરીના કલાકો માજ મળી જતી હોય છે.

[wptube id="1252022"]
Back to top button