GUJARATKHERGAMNAVSARI

ખેરગામના વાડ ગામે ટ્રક રિવર્સ લેતી વેળાએ ટ્રક માલિકનું માથું દબાઈ જતા મોત નિપજ્યું 

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

ખેરગામ:ખેરગામ તાલુકાના વાડ ગામે ખેરગામ ચીખલી જતા રોડ ઉપર જમણી બાજુ વાડ ખાડી પાસે નવું શોપિંગ સેન્ટરનું બાંધકામ ચાલી રહ્યું હતું.જ્યાં રેતી ભરેલી ટાટા એસ GJ 16 X 6350 ના ટ્રક ચાલક સુરેશભાઈ રાજુભાઈ કુકણને ટ્રક માલિક દિનેશભાઈ પટેલ ટ્રકના પાછળથી સાઈટ બતાવી રહ્યા હતા.તે સમય દરમિયાન ટ્રક ચાલકે ગફલત ભરી રીતે ટ્રક રિવર્સ લેતા અચાનક ટ્રકનું ટાયર જમણી સાઈડે પુરાણ કરેલી માટીમાં દબાઈ જતા ટ્રક શોપિંગ સેન્ટરના દિવાલ સાઈટે નમી જતા ટ્રક માલિક દિનેશભાઈનું માથું ટ્રકના ફાલકા અને દિવાલની વચ્ચે દબાઈ જતા તેમનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. આ અંગે અલ્પેશભાઈ બાબુભાઈ પટેલે ખેરગામ પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપતા પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોધી ઘટનાની વધુ તપાસ હાથ ધરી હતી.

[wptube id="1252022"]
Back to top button