ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ : સિસોદરા(મે) ગામથી કંભરોડા જતા વાત્રક નદી ઉપર ડીપ બનાવવા માંગ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : સિસોદરા(મે) ગામથી કંભરોડા જતા વાત્રક નદી ઉપર ડીપ બનાવવા માંગ

વાત્રક નદી કાંઠે ૪૮ ગામનુ સ્મશાન આવેલુછે અગ્ની સંસ્કાર વખતે સામે કાંઠે જવા લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

મેઘરજ તાલુકાના સિસોદરા(મે) ગામે આવેલ વાત્રક નદી પર ડીપ બનાવવા વિસ્તારના લોકોની માંગ ઉઠીછે

સિસોદરા(મે) ગામે વાત્રક નદી પર મેઘરજ અને માલપુર તાલુકાના ૪૮ ગામોનુ સ્મશાન આવેલુછે જેમાં ચોમાસા અને શિયાળા દરમિયાન સામે કાઠે સ્મશાને જવા માટે પાણીને લઇને મોટી સમશ્યા સર્જાયછે સાથે સિસોદરા ગામે મેઘાઇ માતાજીનુ મોટુ મંદિર આવેલુછે જે મંદિરે દર્શન કરવા માટે જે શ્રધ્ધાળુ ઓ જતા હોયછે તેમને ૧૫ કી.મી ફરીને મંદિરે જવુ પડતુ હોયછે તેમજ સિસોદરા.બાંઠીવાડા .લાલાકુપા હિરાટીંબા જેવા અનેક ગામોના લોકોને માલપુર જવામાટે ૧૫ થી વધારે કીલોમીટર નુ અંતર વધી જતુ હોયછે જેને લઇને વિસ્તારના લોકોની માંગ ઉઠીછે કે સિસોદરા(મે) ગામે વાત્રક નદી પર ડીપ બનાવવામાં આવે તેવી માંગ ઉઠીછે

[wptube id="1252022"]
Back to top button