NANDODNARMADA

નર્મદા જિલ્લામાં પૂરતી આરોગ્ય સેવાઓ નહિ મળતાં સાંસદ મનસુખ વસાવા નારાજ, ઇન્ચાર્જ સુપરિટેન્ડેન્ટ નો લીધો ઉઘાડો

નર્મદા જિલ્લામાં પૂરતી આરોગ્ય સેવાઓ નહિ મળતાં સાંસદ મનસુખ વસાવા નારાજ, ઇન્ચાર્જ સુપરિટેન્ડેન્ટ નો લીધો ઉઘાડો

 

રાજપીપળા સરકારી દવાખાનામાં અપૂરતા તબીબો હોવાની દર્દીઓની ફરિયાદો મળતા સાંસદ મનસુખ વસાવા દવાખાનાની મુલાકાતે

 

ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર કોઠારી ને બોલાવતા સાંસદને કામ હોય તો મારી ઓફિસમાં આવે નું જણાવતા સાંસદ વિફર્યા

 

“કોઈપણ જાતનો મનમાં ધુમાડો હોય તો કાઢી નાખજો” નું સ્પષ્ટ જણાવી ડો.કોઠારી નો  જાહેરમાં સાંસદ મનસુખ એ ઉઘડો લીધો

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

   નર્મદા જિલ્લાના વડુમથક રાજપીપળા ખાતેના સરકારી દવાખાનાનું તંત્ર પોતાની મનસ્વી રીતે ચાલતું હોવાનું અને ગરીબ લાચાર આદિવાસી સહિત તમામ વર્ગના દર્દીઓને દવાખાનામાં પારાવાર તકલીફોનો સામનો કરવો પડતો હોવાનો સાંસદ મનસુખ વસાવાએ આજરોજ ધડાકો કર્યો હતો. અને એ વાતની સાબિતી સાંસદ સાથેના રાજપીપળા સરકારી દવાખાનાના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર કોઠારીના વ્યવહાર ઉપરથી જ મળી ગઈ હતી.

 

   નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ના સૈજપુર ગામના દર્દીને લીવરની તકલીફ હોય રાજપીપળા સરકારી દવાખાના ખાતે સારવાર મેળવતા ડોક્ટર મેનાત સહિતના અન્ય તબીબોએ તેની સારી રીતના સારવાર કરી હતી, પરંતુ રાજપીપળા ના સરકારી દવાખાનામાં નિષ્ણાંત તબીબોનો અભાવ હોય દર્દીઓને થોડી ઘણી સારવાર કરી રજા આપી દેવાતી હોવાની અને અન્યત્ર જવાની સલાહ આપવામાં આવતા આ બાબતની ફરિયાદ સાંસદ મનસુખ વસાવાને મળતા તેઓ આજરોજ રાજપીપળા ખાતે ના સરકારી દવાખાના ખાતે મુલાકાત અર્થે પહોંચી ગયા હતા, રાજપીપળા સરકારી દવાખાના ખાતે પહોંચી સાંસદ મનસુખ વસાવાએ ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર કોઠારીને બોલાવતા ડોક્ટર કોઠારીએ સાંસદને જરૂર હોય તો મારી ઓફિસમાં આવે નું જણાવતા સાંસદ મનસુખ વસાવા વિફર્યા હતા પરંતુ પરિસ્થિતિને પામી ગયેલા ડોક્ટર કોઠારી સાંસદ પાસે પહોંચતા સાંસદ એ ડોક્ટર કોઠારી નો ઉઘાડો લીધો હતો, પ્રથમ પોતાની ઓફીસમાં સાંસદ ને બોલાવનાર ડોક્ટર કોઠારી ને તમારું કામ નથી જાવ તમારા ઓફિસમાં જઈને બેસો શું સમજો છો તમારા મનમાં તમને ખબર છે કે એમ.પી. આવ્યા છે, ધુમાડો હોય તો  કાઢી નાખજો નું જણાવી ડોક્ટર કોઠારી નો જાહેર મા ઉઘડો લીધો હતો, સાંસદ મનસુખ વસાવા નો આક્રોશ અને ગુસ્સો જોતા પરિસ્થિતિ નો તાગ જોઈ ડોક્ટર કોઠારી પોતાના ઓફિસમાં પાછા વળ્યા હતા.

 

   રાજપીપળા સરકારી દવાખાનાની મુલાકાત અંગે સાંસદ મનસુખ વસાવાને પત્રકારોએ પૂછતા તેઓએ જણાવ્યું હતું કે રાજપીપળા ના સરકારી દવાખાનામાં ડૉ.મેનાત સહિત અન્ય ડોક્ટરો ખૂબ જ સારી મહેનત કરી રહ્યા છે અને દર્દીઓને યોગ્ય સારવાર પણ આપી રહ્યા છે, પોતાને દર્દીઓની ફરિયાદ મળતા તેઓ આજરોજ રાજપીપળા ખાતે સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. અને સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ ડોક્ટર કોઠારી ને બોલાવી દવાખાનાની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યા હતો પરંતુ ડોક્ટર કોઠારી ને ભાન નથી સાથે મળીને પ્રશ્નો ઉકેલવાના હોય પરંતુ કોઠારી ની માનસિકતા ખરાબ હોય તેની જગ્યાએ આદિવાસીઓના પ્રશ્નોને સમજી શકે તેવાઓની નિમણૂક આદિવાસી વિસ્તારોમાં કરવાની માંગણી પણ સાંસદ મનસુખ વસાવા એ કરી હતી, રાજપીપળા ના દવાખાના માં હજુ સુધી વિવિધ વિભાગોના નિષ્ણાંત ડોક્ટરોનો અભાવ છે, નુ જણાવી

રાજપીપળામાં અગાઉ સરકારી દવાખાનામાં દરેક વિભાગોના નિષ્ણાંત તબીબો સેવા બજાવતા હતા પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી દવાખાનાઓમાં તબીબો ની ભારે સમસ્યા છે નો સાંસદ મનસુખ વસાવા એ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.આ અંગે પોતે સરકાર ને રજુઆત કરી હોવાનુ પણ સાંસદ મનસુખ વસાવા એ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

 

 બોક્સ

 

ડેડીયાપાડા ખાતે દવાખાનુ છ મહિનાથી બનીને તૈયાર મુખ્યમંત્રી આરોગ્ય મંત્રી સુધી રજૂઆત પરંતુ દવાખાનું શરૂ થતું નથી- સાંસદ મનસુખ વસાવા

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે સરકારી દવાખાનાની ઇમારત બનીને છેલ્લા છ મહિનાથી પણ વધુ સમયથી તૈયાર છે પરંતુ નવી દવાખાના  ની ઈમારત તૈયાર હોવા છતાં આ દવાખાના નું ઉદઘાટન કરાતું નથી !!!  મુખ્યમંત્રી ને પણ આ અંગે રજૂઆત કરી છે તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પણ મુખ્યમંત્રીએ કહ્યું છે પરંતુ આદિવાસી વિસ્તારમાં સારા તબીબો મૂકવા કોઈ તૈયાર ન હોવાનો જણાવી સાંસદ મનસુખ વસાવાએ આડકતરી રીતે સરકાર ઉપર આરોગ્ય ક્ષેત્રે આદિવાસી વિસ્તારોની અવગણના કરાતી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.

 

નર્મદા જિલ્લાના આદિવાસીઓ આર્થિક રીતે સદ્ધર ન હોય અને તેઓ સરકારી દવાખાનાઓનો વિશેષ પ્રમાણમાં સારવાર મેળવવા માટે ઉપયોગ કરતા હોય છે , આદિવાસી વિસ્તાર એવા નર્મદા જિલ્લાના સરકારી દવાખાનાઓમાં વિવિઘ વિભાગો ના નિષ્ણાંત તબીબો મૂકવાની પણ સાંસદ મનસુખ વસાવા એ માંગ કરી છે.

 

અનેકવાર મુખ્યમંત્રીને રજૂઆત કરી છે તેમ જ આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઈ ને પણ નર્મદા જિલ્લા જેવા આદિવાસી વિસ્તારમાં આવેલા રાજપીપળા ખાતેના સરકારી દવાખાનામાં યોગ્ય તબીબોને નિમણૂક કરવા માટેની અનેક રજૂઆતો કરી છે તેમ છતાં આ વિસ્તારમાં ડોક્ટરો મૂકવામાં આવતા નથી નો પણ ગંભીર આરોપ સરકાર ઉપર સાંસદ મનસુખ વસાવા એ લગાવ્યો હતો

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button