GUJARATLUNAWADAMAHISAGAR

એ આર ટી ઓ લુણાવાડા ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ઉદ્દઘાટન સમારોહ કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયો

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

એ આર ટી ઓ લુણાવાડા ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ઉદ્દઘાટન સમારોહ કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયો

ટ્રાફિક નિયમોનું પાલન કરવું એ આપણા સૌની ફરજ છે : જિલ્લા કલેક્ટર

માર્ગ અકસ્માતો થતાં અટકાવવા અને લોકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા માટે મહીસાગર જિલ્લામાં એ આર ટી ઓ લુણાવાડા ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૪ ઉદ્દઘાટન સમારોહ કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયો.

જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું તે પ્રત્યેક નાગરિકની ફરજ છે. આ બાબતે જાગૃતિ કેળવાય એ અત્યંત આવશ્યક છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ગ સલામતિ સમાજના દરેક વર્ગને સ્પર્શતો વિષય છે. લોકોમાં માર્ગ સલામતી બાબતે જનજાગૃતિ આવે તે આવશ્યક છે. વાહન ચલાવતા નાગરિકો ટ્રાફિકનાં નિયમોનું પાલન કરતા થાય અને નિયમો અંગે ભાવિ પેઢીના નાગરિકોનાં માહિતગાર અને જાગૃત્ત થાય હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

[wptube id="1252022"]
Back to top button