GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર ભાયું ભાગનો પ્લોટ વેચવા બાબતે બે પક્ષો દ્વારા બબાલ: સામ સામી ફરિયાદ નોઘાઇ

WANKANER:વાંકાનેર ભાયું ભાગનો પ્લોટ વેચવા બાબતે બે પક્ષો દ્વારા બબાલ: સામ સામી ફરિયાદ નોઘાઇ

 

વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે રહેતા ગોરધનભાઈ સામાભાઈ વોરા (ઉ.વ.૮૦) એ આરોપી હરેશભાઈ પરશોતમભાઈ વોરા, વિજયભાઈ પરશોતમભાઈ વોરા તથા પરશોતમભાઈ સામાભાઈ વોરા રહે. બધા રાતીદેવળી ગામ તા. વાકાનેરવાળા વિરુદ્ધ વાકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૭-૧૦-૨૦૨૩ ના રોજ રાત્રીના સવા આઠેક વાગ્યા વખતે આરોપી હરેશભાઈએ ફરીયાદીને કહેલ કે અમારા ભાયુ ભાગનો મકાનનો પ્લોટ અમારે વેચી નાખવો છે તમે કેમ વેચવા નથી દેતા તેમ કહી ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો બોલી બોલાચાલી કરી ફરીયાદીએ ગાળો આપવાની ના પાડતા આરોપી હરેશભાઈએ તેના હાથમા રહેલ લોખંડના પાઇપ વડે ફરીયાદીને જમણા હાથે તથા ડાબા પગે નળાના ભાગે માર મારી ફ્રેક્ચર જેવી ઇજા કરી તેમજ આરોપી વિજયભાઈએ તેના હાથમાં રહેલ ધારીયા વડે ફરીયાદીને વાસામા તથા છાતીના ભાગે માર મારી મુઢ ઇજા કરી તેમજ આરોપી પરશોતમભાઈના એ તેના હાથમા રહેલ લાકડી વતી ફરીયાદીને માથાના ભાગે માર મારી મૂઢ ઇજા કરી તથા શરીરે મુંઢ ઇજા કરી હોવાથી ભોગ બનનાર ગોરધનભાઈએ આરોપીઓ વિરુદ્ધ વાકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

જ્યારે સામા પક્ષે વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે રહેતા પરસોત્તમભાઈ સામાભાઈ વોરા (ઉ.વ.૬૯) એ આરોપી પ્રેમજીભાઈ દેહાભાઈ વોરા, રમેશભાઈ ગોરધનભાઈ વોરા, ગોરધનભાઈ સામાભાઈ વોરા તથા મનહરભાઈ દેહાભાઈ વોરા રહે. બધા રાતીદેવળી તા. વાકાનેરવાળા વિરુદ્ધ વાકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૭-૧૦-૨૦૨૩ ના રોજ રાત્રીના સવા આઠેક વાગ્યા વખતે આરોપીનં પ્રેમજીભાઈએ ફરીયાદીને કહેલ કે અમારા ભાયુ ભાગનો મકાનનો પ્લોટ તમારે વેચી નાખવો છે તે અમે વેચવા નહીં દઇ તેમ કહી ફરીને જેમ ફાવે તેમ ગાળો બોલી બોલાચાલી કરી ફરીએ ગાળો આપવાની ના પાડતા આરોપી રમેશભાઈએ તેના હાથમા રહેલ લાકડી વડે ફરીયાદીને જમણા પગના નળાના ભાગે માર મારી મૂઢ ઇજા કરી તેમજ હરેશને લાકડી વતી ડાબા પગે સાથળના ભાગે માર મારી મૂઢ ઇજા કરી તેમજ આરોપી ગોરધનભાઈ તથા મનહરભાઈએ ગાળો આપી શરીરે માર મારી મૂઢ ઇજા કરી હતી જેથી આ બનાવ અંગે ભોગ બનનાર પરસોત્તમભાઈએ આરોપીઓ વિરુદ્ધ વાકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

બંને પરિવારો દ્વારા વાકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

[wptube id="1252022"]
Back to top button