
મોરબીના રવાપર રોડ પરથી બ્રેઝા કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલાના માર્ગદર્શન તેમજ પો.ઈન્સ એચ.એ.જાડેજાની દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબદુ કરવા તેમજ મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જેથી મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીગમાં હોય દરમ્યાન સ્ટાફના માણસો પો.કોન્સ હિતેષભાઇ ચાવડા તથા પો.કોન્સ તેજાભાઇ ગરચર નાઓને ખાનગીરાહે હકિકત મળેલ કે ભરતભાઇ કાનજીભાઇ ચાવડા (રહે.રવાપર રોડ, સદગુરૂ સોસાયટી-૦૧ ક્રીષ્ના સ્કુલ પહેલા વાળો) પોતાની બ્રેઝા કાર નં.GJ36-L-3120માં ઇગ્લીશદારૂ રાખી હેરફેર કરે છે. તેવી બાતમી આધારે રેઇડ કરતા હકિકત વાળી કારમાથી ઇગ્લીશદારૂની બોટલ નંગ-56 (કિ.રૂ.26,510) તથા કાર કિ.રૂ.5,00,000 મળી કુલ રૂ.5,26,510નો મુદામાલ કબ્જે કરી આરોપી હાજર નહી મળી આવતા ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.










