
અગામી 22 મીએ રામમંદિર ઉદ્ઘાટન મહોત્સવ સંદર્ભે રાજપીપળામાં શાંતિ સમિતિની બેઠક મળી
રાજપીપલા : જુનેદ ખત્રી

અગામી ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે રામ ભક્તો દ્વારા ઠેર ઠેર શોભાયાત્રા સહિતના કાર્યક્રમો નું આયોજન કરાઇ રહ્યું છે રાજપીપલા શહેરમાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંદર્ભે ભવ્ય ઉજવણી થવાની છે ત્યારે પોલીસ પણ સતર્ક બની છે

રાજપીપલા પોલીસ મથક ખાતે dysp પી.આર. પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પોલીસે ઉપસ્થિત આગેવાનો પાસેથી વિવિધ પ્રતિસાદ મેળવી જરૂરી સૂચનો આપ્યા હતા સૌ શાંતિપૂર્ણ તહેવાર ઉત્સવ ઉજવે તે દિશામાં આહવાન કર્યું હતું કોઈ પણ સમસ્યા હોય તરત પોલીસ નો સંપર્ક કરવા આહવાન કરાયું હતું
[wptube id="1252022"]









