
નેત્રંગ : શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવાના ૧૭ વિદ્યાર્થીઓ જિલ્લાકક્ષાની સ્કૂલ ગેમ્સમાં ઝળક્યા 
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૭/૧૦/૨૦૨૩
ભરૂચ ખાતે school games federation of india ના નેજા હેઠળ એથલેટિક્સ ટુર્નામેન્ટ ડીસ્ટ્રીક્ટ લેવલનું આયોજન કરવામાં આવ્યું હતું. એથલેટિક્સ ટુર્નામેન્ટમાં દોડ, તરણ, ખો- ખો,કબડ્ડી, જિમ્નાસ્ટીક, વોલીબોલ, ટેબલ ટેનિશ, બરછીંફેક, શુટીંગ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલી શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવાના ૨૪ જેટલા વિદ્યાર્થીઓએ જુદી- જુદી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. એક જ સ્કૂલના ૧૭ વિદ્યાર્થીઓ વિજેતા બન્યા હતા.
ભરૂચ ખાતે યોજાયેલી school games federation of india એથલેટિક્સ ટુર્નામેન્ટ ડીસ્ટ્રીક્ટ લેવલમાં અંડર ૧૪માં વસાવા રેખાબેને ૪૦૦મીટર દોડમાં ગોલ્ડ અને લોગ જમ્પમાં ગોલ્ડ મેળવ્યો, વસાવા યોગિતાબેન ૬૦૦ મીટર દોડમાં ગોલ્ડ અને ૨૦૦ મીટરમાં દોડમાં ગોલ્ડ, વસાવા રાહુલકુમારે ૬૦૦ મીટરમાં સિલ્વર, વસાવા રસનીબેન ૪૦૦ મીટરમાં સિલ્વર,વસાવા પ્રિયા બરછીફેંકમાં સિલ્વર,વસાવા શીતલ ૨૦૦ મીટર માં બ્રોન્ઝ મેળવ્યો હતો.
તેમજ અંડર ૧૭ માં વસાવા નીતિશા વિક્રમભાઈ ૩૦૦૦ મીટરમાં ગોલ્ડ, વસાવા દીપિકા હાઈ જંપમાં ગોલ્ડ, વસાવા પ્રિંસિલા ૩૦૦૦ મીટર દોડમાં સિલ્વર, વસાવા હરેશ લોંગ જંપમાં સિલ્વર,વસાવા હીનલ ૨૦૦ મીટર દોડમાં બ્રોન્ઝ મેળવ્યો હતો. અંડર ૧૯ માં વસાવા રાહુલ ૨૦૦ મીટર દોડમાં સિલ્વર અને લોંગ જંપ માં ગોલ્ડ મેડલ મેળવ્યો
હતો.








