સુરેન્દ્રનગર જિલ્લામાં પરવાનાવાળા હથિયાર ધારકો પાસેથી ૨૬૬૦ હથિયારો જમા કરતી જિલ્લા પોલીસ
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તકેદારીના પગલાં

તા.03/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તકેદારીના પગલાં
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષી જિલ્લા મેજિસ્ટ્રેટ કેયુર સંપટ દ્વારા પરવાનાવાળા હથિયારો જમા કરાવવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા શાંતિમય વાતાવરણમાં યોજાય તેમજ મતદારો મુક્ત અને નિર્ભય રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુસર તા.૦૬/૦૬/૨૦૨૪ સુધી દરેક વ્યક્તિએ પોતાના પરવાનાવાળા કે અન્ય હથિયાર સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના થાય છે જે અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા પરવાનાવાળા હથિયારધારકો પાસેથી હથિયાર જમા લેવાની કામગીરી કરવામાં આવી રહી છે તા.૦૨/૦૪/૨૦૨૪ સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા કુલ ૨૬૬૦ જેટલાં હથિયારો જમા લેવામાં આવ્યા છે જ્યારે ૧૩૨ જેટલા હથિયાર ધારકોને જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવી છે.









