GUJARAT

દેડીયાપાડા વિસ્તારમાં નો પાર્કિંગ ઝોન (NO PARKING ZONE) જાહેર કરવા અંગે જાહેરનામું

દેડીયાપાડા વિસ્તારમાં નો પાર્કિંગ ઝોન (NO PARKING ZONE) જાહેર કરવા અંગે જાહેરનામું*

તાહિર મેમણ – ડેડીયાપાડા -19/04/2024- દેડીયાપાડા વિસ્તારમાં નો પાર્કિંગ ઝોન (NO PARKING ZONE) જાહેર કરવા જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત કરવામાં આવેલ છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી સી.કે. ઉંધાડને મળેલ સત્તાની રૂએ ગરૂડેશ્વર અને દેડિયાપાડાના નીચે મુજબના વિસ્તારોને નો પાર્કિંગ ઝોન ( NO PARKING ZONE ) જાહેર કરેલ છે.

દેડિયાપાડા વિસ્તાર લીમડા ચોકથી બસ ડેપો તરફ જતા રોડ ઉપર ૧૫ મીટરની હદ સુધી તથા લીમડા ચોકથી રાજપીપળા તરફ જતા રોડ પર ૧૫ મીટરની હદ સુધી તેમજ નવાગામ/તાલુકા શાળા તરફ જતા રોડની ૧૦ મીટરની હદ સુધીમાં. એસ.ટી. બસ સ્ટેશનની હદમાં આવેલ અંદરનો ભાગ ૧૦૦ મીટરની હદ વિસ્તારમાં. ચાર રસ્તા (બિરસા મુંડા ચોક) થી સાગબારા તરફ જતા રોડની ૧૦૦ મીટરની હદ સુધીમાં તથા ચાર રસ્તા ( બિરસા મુંડા ચોક ) થી નેત્રંગ જતા રોડની ૧૦૦ મીટરની હદ સુધીમાં.

આ જાહેરનામાનો અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલ કરવાનો રહેશે. આ જાહેરનામાનો ભંગ ક૨ના૨ શિક્ષાને પાત્ર થશે.

[wptube id="1252022"]

One Comment

  1. **mitolyn official**

    Mitolyn is a carefully developed, plant-based formula created to help support metabolic efficiency and encourage healthy, lasting weight management.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button