AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEKUTCH

સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા રાજ્યના 72 તાલુકામાં કમોસમી માવઠા સાથે વરસાદ

રાજ્યમાં વાતાવરણમા ભારે પલટો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલા સમયથી બે ઋતુનો અનુભવ થતો જોવા મળે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગઈકાલે રાજ્યમા કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ગઈકાલે રાજ્યના 72 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાંથી સૌથી વધુ ભુજમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગાહી કરીને જણાવ્યું છે કે, સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા હજુ બે દિવસ વરસાદી માહોલ શક્યતા.

ભરઉનાળે રાજ્યમાં અનેક વિસ્તારોમાં જોરદાર પવન સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત રાજ્યમાં આગામી 2 દિવસ સામાન્ય વરસાદ વરસી શકે છે. સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. કચ્છ, ભાવનગર, અમરેલી, બનાસકાંઠામાં સામાન્ય વરસાદ વરસી શકે છે. તો સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, નર્મદામાં પણ વરસાદી માહોલ રહી શકે છે. દાહોદ, તાપી, ડાંગમાં વરસાદી માવઠું પડી શકે છે.

 24 કલાકમાં 72 તાલુકામાં વરસાદો નોંધાયો 

શનિવારે 24 કલાકમાં 72 તાલુકામાં વરસાદો નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ભુજમાં નોંધાયો છે. ભુજમાં 2 ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે સરસ્વતીમાં 41 મી.મી, માંડલમાં 40 મી.મી, હિંમતનગરમાં 37 મી.મી, ધનસુરામાં 28 મી.મી,ડીસામાં 21 મી.મી, સિદ્ધપુરમાં 21 મી.મી,  દાંતામાં 20 મી.મી, બેચરાજીમાં 18 મી.મી, માંડવીમાં 18 મી.મી, ઈડરમાં 17 મી.મી, પાટણમાં 16 મી.મી, વડગામમાં 13 મી.મી, વડનગરમાં 10 મી.મી, મોડાસામાં 10 મી.મી સુઈગામમાં 10 મી.મી, માંગરોળમાં 10 મી.મી વરસાદ પડ્યો છે. આ રીતે કમોસમી વરસાદ પાડવાથી ખેડૂતની મુશ્કેલીમાં વધારો થયો છે.

[wptube id="1252022"]
Back to top button