Jamnagar : જામનગર શાળા નાં. 55 માં દાતા સ્વ. હર્ષાબેન મયુરભાઈ દેવરાજ શાહ પરિવાર દ્વારા સ્વેટર વિતરણ કરવામાં આવ્યું.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, જામનગર સંચાલિત બેડેશ્વર , ધરારનગર-1 સ્થિત શાળા નાં. 55 માં શાળાના કાયમી દાતા ઉધ્યોગપતિ શ્રી. પરેશભાઈ શાહ – રૂપેશભાઈ શાહ બંધુ મારફત તેમના પરિવારના યુ.કે. સ્થિત શ્રી. મયુરભાઈ દેવરાજ શાહ દ્વારા તેમના સ્વર્ગસ્થ પત્ની હર્ષાબેનની પુણ્યસ્મૃતિ માં શાળામાં અભ્યાસરત 183 વિધ્યાર્થીનીઓને અંદાજે સાઇઠ હજારની કિંમતના સ્વેટર ની ભેટ આપવામાં આવી. શાળામાં સ્વેટર વિતરણ કાર્યક્રમ માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ શ્રી. મનીષભાઈ કનખરા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં પૂર્વ અધ્યક્ષ શ્રી. હસમુખભાઇ હિંડોચા, દાતા પરિવારના શ્રી. પરેશભાઈ શાહ તથા શ્રી. રૂપેશભાઈ શાહ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ઉપસ્થિત મહાનુભાવોએ દાતા પરિવારના સૌજન્યને બિરદાવ્યુ. શાળા પરિવાર તથા શાળાના વાલીઓ દ્વારા દાતા પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે શહેરના ધારાસભ્ય શ્રી. રીવાબા જાડેજા દ્વારા શાળાની બે વિધ્યાર્થીનીને પોસ્ટ ની ‘સુકન્યા સમૃધ્ધિ’ યોજનાનું એકાઉન્ટ ખોલાવી આપતા તેની પાસબૂક શ્રી. મનીષભાઈ કનખરા અને શ્રી. હસમુખભાઇ હિંડોચાનાં હસ્તે વાલીઓને આપવામાં આવી.










