
વાત્સલ્યમ સમાચાર
કેવડિયા કોલોની
અનીશ ખાન બલુચી
‘ હેલ્પ એજ ઇન્ડિયા અને વૃદ્ધાશ્રમ મોટા પીપળીયા, ગરુડેશ્વર દ્વારા એલ્ડર હેલ્પલાઇન ૧૪૫૬૭ ની વર્ષ ગાંઠ ની ઉજવણી ‘



તારીખ ૧૯ મી જાન્યુઆરી ૨૦૨૩ એ હેલ્પ એજ ઇન્ડિયા અને ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ રાજપીપલા સંચાલિત વૃદ્ધાશ્રમ ગરુડેશ્વર, ખાતે ભારત સરકાર ના સામાજિક ન્યાય અને અધિકારી મંત્રાલય હેઠળ વરિષ્ઠ નાગરિક માટે શરુ કરવામાં આવેલ એલ્ડર હેલ્પલાઇન ૧૪૫૬૭ ના વર્ષ ગાંઠ દિન ની ઉજવણી ગરુડેશ્વર તાલુકાના મોટા પીપળીયા ગામે કરવામાં આવી હતી.

જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગરુડેશ્વર પી, એમ, પરમાર સાહેબ,પ્રાયમરી હેલ્થ સેન્ટર ના સુપરવાઈઝર મિતેષ ભટ્ટ અને હેલ્પ એજ ઇન્ડિયા ના ફિલ્ડ રિસ્પોન્સ ઓફીસર વસાવા વૈશાલી તથા તાલુકા કાનૂની સેવા સમિતિ માંથી ગણપત ભાઈ પરમાર અને વિનિતા માછી ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ માં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી, એમ, પરમાર સાહેબે હાજર રહેલ વૃદ્વ ને સાયબર ક્રાઇમ, મહિલા પર થતી ઘરેલુ હિંસા વરિષ્ઠ નાગરિક પર થતા અત્યાચાર વિશે માહિતી આપી ,તાલુકા કાનૂની સેવા સમિતિ માંથી આવેલ ગણપત ભાઈ પરમાર અને વિનિતા માછી એ કાયડાકીય માહિતી આપી હતી , હેલ્પ એજ ઇન્ડિયા ના ફિલ્ડ રિસ્પોન્સ ઓફીસર વસાવા વૈશાલીબેન દ્વારા ભારત સરકાર ની સિનિયર સિટીઝન એલ્ડર હેલ્પલાઈન-૧૪૫૬૭ વિશે, વરિષ્ઠ નાગરિક સાથે થતા દૂર વ્યવહાર તેમજ સમસ્યા નું નિરાકરણ, વૃદ્ધાશ્રમ, સરકારી યોજનાઓ હેઠળ મળતા
લાભોનું માર્ગદર્શન, પીડિત,ગુમ થયેલા, ત્યજી દેવાયેલા વૃદ્ધોની સંભાળ અને આરોગ્ય લગતી માહિતી આપવામાં આવી.






