
રાજપીપલા જૂની સિવિલ હોસ્પિટલમાં ચોરીની ઘટના બનતા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ
અજાણ્યા ચોરો ઓક્સિજનની પાઇપો, કોમ્પ્યુટર સહિતની વસ્તુઓ ચોરી ગયા
રાજપીપળા: જુનેદ ખત્રી
રાજપીપળાની જૂની સિવિલ હોસ્પિટલમાં ચોરીની ઘટના સામે આવી છે અજાણ્યા ચોરો રાત્રિના સમયે હાથ સાફ કરી જતા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે
રાજપીપલા જૂની સિવિલ હોસ્પિટલ ( હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ) ના મુખ્ય પ્રવેશ દ્વારની જમણી બાજુ આવેલ જાળી તેમજ દરવાજાને મારેલ તાળુ નકુચા સાથે તોડી નાખી અંદર પ્રવેશ કરી ઓક્સિજન સપ્લાય તાંબાની પાઇપો, સીસીટીવી કેમેરો નંગ-૧, કોમ્પ્યુટર સી.પી.યુ સાથેનો સેટ નંગ-૦૧ યુ.પી.એસ પાવર સેવર, ઇન્ટરનેટ કનેકટીવીટી રાઉટર મળી જે કુલ રૂ.૬૦૫૦૦/- ની કોઈ ચોર ઇસમ ચોરી કરી જતા રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે પોલીસે ફરિયાદ આધારે તપાસ હાથ ધરી છે
[wptube id="1252022"]






