AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં એક શિક્ષક નશો કરી બાળકીઓની છેડતી કરતો હોવાની ફરીયાદ ઉઠતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં પ્રાથમિક શિક્ષણ જગતમાં શર્મનાક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા માસુમ બાળકોને તો પૂરતી દુનિયાદારીની પણ ખબર હોતી નથી.આ માસુમ બાળકોનાં ઘડતર માટે ગુરૂજી જ માતા પિતાની અહમ ભૂમિકા ભજવે છે.પરંતુ જ્યારે  ગુરૂ જ પોતાની ગરીમાને નેવે મૂકી હેવાન બની ગયાનો કીસ્સો સામે આવે ત્યારે સૌ કોઈનાં હૃદય કંપી ઉઠે છે.ડાંગ જિલ્લામાં પણ બરમ્યાવડ પ્રાથમિક શાળાનો મુખ્ય શિક્ષક ગુરૂની ગરીમાને લજવી હેવાન બનતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો.અને શાળાને તાળાબંધીની ચીમકી ઉચ્ચારતા ડાંગ જિલ્લા શિક્ષણ વિભાગની ટીમ સહિત પોલીસ વિભાગ દોડતુ થયુ હતુ.બરમ્યાવડ ગામનાં ગ્રામજનોએ જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમને રૂબરૂમાં આવેદનપત્ર પાઠવી જણાવ્યુ હતુ કે બરમ્યાવડ પ્રાથમિક શાળાનો મુખ્ય શિક્ષક નામે મધુભાઈ રાઠોડ અવારનવાર દારૂનો નશો કરીને શાળાએ આવે છે.તેમજ ગામની સ્ત્રીઓ સાથે પણ ગેરવર્તણુક અને અભદ્ર વર્તન કરતા હોય છે.જેના કારણે આખરે કંટાળીને સ્થાનિકોએ મુખ્ય શિક્ષકની બદલીની માંગ સાથે આજરોજ હોબાળો મચાવ્યો હતો.આહવા તાલુકાની બરમ્યાવડ પ્રાથમિક શાળાનાં મુખ્ય શિક્ષક નામે મધુભાઈ રાઠોડ દ્વારા એસએમસી પ્રોમિનન્ટ સભ્યોની જાણ બહાર જ ચેક દ્વારા પૈસાની લેવડદેવડ કરીને નાણાની ઉચાપત કરવામાં આવી છે.તેમજ શાળાકીય સંચાલન ચાલુ હોવા છતાં પણ મુખ્ય શિક્ષક શાળામાં કોઈપણ પ્રકારનું ધ્યાન આપતા નથી, અને શાળાના સમય દરમિયાન આંકડા રમતા (સટ્ટો) હોય છે. તેમજ મુખ્ય શિક્ષક ગામમાં દારૂનો નશો કરી આવતા હોય છે અને શાળામાં અભદ્ર વર્તન કરતા હોય છે.તેમજ ગામમાં દારૂના નશાની હાલતમાં આવીને ગામની સ્ત્રીઓ સાથે પણ ગેરવર્તન કરતા હોય છે. તેમજ મુખ્ય  શિક્ષક દ્વારા સ્ત્રીની છેડતી કરવામાં આવી હોવાને ઘટના પણ પ્રકાશમાં આવી છે.વધુમાં બરમ્યાવડ ગામ ખાતે આવેલ ધોરણ 1 થી 7ની  હોસ્ટેલમાં માસુમ દીકરીઓ અભ્યાસ કરે છે. ત્યારે તે દીકરીઓની પણ મુખ્ય શિક્ષક દ્વારા છેડતી કરવામાં આવી હોવાથી દીકરીઓ તેમના ત્રાસથી હોસ્ટેલ છોડીને જવા માટે પણ મજબૂર બની છે.મુખ્ય શિક્ષક મધુભાઈ રાઠોડ દ્વારા માસુમ દીકરી જોડે જાતીય સતામણી કરવામાં આવી હોય તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે.આવા તમામ આક્ષેપો સાથે ગ્રામજનો તથા એસએમસી સભ્યો અને વાલીઓએ લેખિતમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી.અને આ પ્રકારના શિક્ષકની ગામમાંથી બદલી કરવામાં આવે અથવા સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.આજરોજ બરમ્યાવડ ગામની પ્રાથમિક શાળામાં ડાંગ પ્રાથમિક શિક્ષણ અધિકારી જીગ્નેશભાઈ ત્રિવેદીનાં માર્ગદર્શન હેઠળ આહવા તાલુકા કેળવણી નિરક્ષકની ટીમે પોહચી જઈ ગ્રામજનોનું નિવેદન નોંધી જિલ્લા કક્ષાએ સુપ્રત કરવાની તજવીજ હાથ ધરી છે………………..

બોક્ષ:-(1)   જીગ્નેશભાઈ ત્રિવેદી-ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી-આ બાબતે ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી જીગ્નેશ ત્રિવેદીએ જણાવ્યુ હતુ બરમ્યાવડ પ્રાથમિક શાળાનાં મુખ્ય શિક્ષક દ્વારા કન્યા છાત્રાલયની બાળકી જોડે જાતિય સતામણી કરી હોવાની ફરીયાદ અમારી પાસે આવી છે.અમો આ બાળકી અને માતા જોડે સંપર્કમાં છીએ.બરમ્યાવડ પ્રાથમિક શાળાનો મુખ્ય શિક્ષક આ બાબતે જવાબદાર ઠરશે તો તુરંત જ સસ્પેન્ડ કરી દેવામાં આવશે.અને આવી ઘટના માટે જવાબદાર સામે શેહ શરમ રાખ્યા વગર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે..

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button