GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહીસાગર બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા લુણાવાડા મહિસાગર ખાતે ગોધરાથી પધારેલ નાયબ પ્રાદેશિક વડા સંજય કુમારની અને મહાનુભાવની ઉપસ્થિતિ માં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સંસ્થામાં 25 થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું તેમજ સંસ્થામાં ચાલી રહેલી લાઇટ મોટર વ્હીકલ ઓનર ડ્રાઇવરની તાલીમના તાલીમાર્થીઓ સાથે સંવાદ યોજાયો હતો જેમાં ડેપ્યુટી મેનેજરે તાલીમાર્થીઓને તાલીમ લઇ સ્વરોજગારી પેદા કરવા પ્રેરણા આપી તેમનો ઉત્સાહ વધાર્યો અને વિશ્વ પર્યાવરણ દિવસના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

આજના કાર્યક્રમમાં મહીસાગર લીડ બેન્ક મેનેજર પી.આર.બારોટ, ચીફ મેનેજર રાજકુમાર, સિનિયર મેનેજર આશિષ કુમાર અને વિદ્યા ભૂષણ, સંસ્થાના ડાયરેક્ટર વિશાલ અગ્રવાલ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પર્યાવરણની જાળવણી માટે સંકલ્પ લઈ સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી

[wptube id="1252022"]
Back to top button