
તા.૯ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામમા આવેલ ધાર વિસ્તારમાં છેલ્લા છ દિવસથી પાણી ન આવતા મહિલાઓ અડધી રાતે રોડ ઉપર આવી હતી,ગામના ધાર વિસ્તારના પછાત વિસ્તારમાં સરપંચ દ્વારા વ્હાલા દવલાની નીતિ રાખતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા,સાથે મહિલાઓ અડધી રાતે રોડ ઉપર ઉતરી બેડા પછાડી પાણી આપોના સૂત્રોચાર કર્યા હતાં.

છેલ્લા 6 દિવસથી પાણીનો આપતાં ધાર વિસ્તાર ની મહિલાઓ મોડી સાંજે રોડ ઉપર આવી પછાત વિસ્તારમાં પાણીનો આપતાં સુત્રોચાર કર્યા,સરપંચના પતિ વહીવટ કરતા હોઈ સ્થાનિકોને પાણી નહીં આવે થાય તે કરી લો તેવી ધમકીઓ આપતા હોવાનો પણ મહિલાઓએ આરોપ લગાવ્યો હતો. ત્યારે છેલ્લા એક અઠવાડિયા થી પાણી ન આવતા મહિલાઓ રાત્રિના સમયે રોડ પર આવી હતી અને સરપંચ પતિ સામે વિરોધ નોંધાવ્યો હતો અને આગામી સમયમાં રેગ્યુલર પાણી નહીં આપવામાં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

ગામના રહેવાસીએ આશિષભાઈ મકવાણાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ”મારા ઘરમાં વાતચીત થતી હતી પાણી નથી. તેથી મારા મમ્મીએ ગામમાં પાણી આપતા બટુકભાઈને ફોન કર્યો હતો. પરંતુ તેમણે ફોન ઉપાડ્યો ન હતો. તેથી મે મારા ભત્રીજાના ફોનમાંથી અમારા ગામના સરંપચને ફોન કર્યો હતો. તેથી સરપંચે પાણીવાળા ભાઈને કોન્ફરન્સમાં લીધા હતા. જેમાં તેમણે કહ્યું કે બીજા બે સ્થળે ચાલુ હોવાથી આજે તો પાણી મળી શકે તેમ નથી. પણ કાલે સાંજ સુધીમાં જો શક્ય થશે તો આપી દઇશ, 6 દિવસથી પાણી આવ્યું નથી. તો અમારે કેટલો સમય રાહ જોવી. તમે સરપંચ થઇને આમા ધ્યાન ન આપો તો અમારે ઉપરી અધિકારીને જાણ કરવી પડશે. જેથી સરપંચે એવું કહ્યું કે, જો તમે મને ધમકી જ આપતા હોવ તો તમારાથી જે થાય તે કરી લો. બોરડી સમઢીયાળાના સરપંચ જ અમને આ પ્રમાણે કહી દેતા હોય તો અમારે શું કરવું. અમારે ઉપરી અધિકારી પાસે જવુ અનિવાર્ય બન્યું છે.









