બનાસકાંઠા જિલ્લાની શાળાના 65 વિદ્યાર્થીઓએ સ્કાઉટીંગ પ્રવૃતિમાં રાજ્યપાલના હસ્તે એવોર્ડ મેળવ્યો

29 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
તારીખ 27 ડિસેમ્બરના રાજ ભવન ગાંધીનગર ખાતે બનાસકાંઠા જિલ્લાના 65 વિદ્યાર્થીઓને સ્કાઉટીંગ પ્રવૃત્તિમાં રાજ્ય પુરસ્કાર એવોર્ડ રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતના હસ્તે આપવામાં આવ્યો. બનાસકાંઠા જિલ્લાની સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુર, વિદ્યા મંદિર પાલનપુર, ચડોતર પ્રાથમિક શાળા ચડોતર, ગુજરાત હાઇસ્કુલ પાલનપુર, આદર્શ હાઇસ્કુલ ડીસા, સર્વોદય વિદ્યાલય, નવાવાસ ના બાળકોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.બનાસકાંઠા જિલ્લાના ભારત સ્કાઉટ ગાઈડ સંઘના આયોજક કમિશનર જીતુભાઈ પટેલ, ચડોતર પ્રાથમિક શાળાના સ્કાઉટ માસ્ટર હેમાભાઈ પરમાર, વિદ્યામંદિર પાલનપુર સ્કાઉટ માસ્ટર સુરેશભાઈ ઉપલાણા,મજલીસ દાવતુલ હક પ્રાથમિક શાળા અને ગુજરાત હાઇસ્કુલ, પાલનપુર સ્કાઉટ માસ્ટર મહંમદ ઇલ્યાસ સર, નહીમ સર રાજ્ય પુરસ્કાર એવોર્ડ સમારોહમા હાજર રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના સ્કાઉટ ગાઈડના પદાધિકારીઓ એ બાળકો અને ટીમને અભિનંદન પાઠવ્યા હતા.